અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધા બાદ કેસરિયા કર્યા છે. આજે સવારે સર્કિટ હાઉસમાં મિટિંગ બાદ જ નક્કી થઈ ગયું હતું કે, કાંતી સોઢા પરમાર ભાજપમાં જોડાશે. જે બાદમાં કોંગ્રેસમાથી રાજીનામુ આપ્યા બાદ હવે કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કરી લીધા છે. આ તરફ ભાજપનો ખેસ પહેરતા જ તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં દિલ્હી લેવલે કોઈ નેતા જ નથી. આ સાથે ઉમેર્યું કે, ગુજરાતની કોઈને કંઈ પડી નથી.
દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કોઈ પડી નથી: ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે કેસરિયા કર્યા બાદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે મોટું નિવેદન આપ્યું હતું. કાંતિ સોઢા પરમારે કહ્યું કે, દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કોઈ પડી નથી. કોઈ પણ નેતા ગુજરાતનાં આગેવાનોને મદદ કરવા આવ્યો? આ સાથે તેમણે કહ્યું કે, PM મોદી અને અમિત શાહ વારંવાર ગુજરાતમાં આવે છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે એક પણ મોટો કાર્યક્રમ કર્યો નથી.
કોંગ્રેસ પર વરસ્યા તેમના જ પૂર્વ ધારાસભ્ય: BJPમાં જોડાતા જ કાંતિ સોઢા પરમારે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને એના કાર્યકરો કે આગેવાનોની કોઈ પડી નથી. ભાજપ તેમના આગેવાનો અને કાર્યકરોને ખૂબ મદદ કરે છે. આ સાથે કહ્યું કે કોંગ્રેસને આગેવાનોની કઈ પડી નથી તેથી આગેવાનો-કાર્યકરોને છૂટા મૂકી દેવામાં આવે છે. આ સાથે કહ્યું કે, ભાજપ કાર્યકરોને સાચવે છે, હું ઘણું બધુ જોતો આવ્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હી લેવલે કોંગ્રેસમાં કોઈ નેતા જ નથી રહ્યો.
આ પણ વાંચો Adani Hindenburg Dispute:અદાણી ગ્રુપનો 413 પાનાનો જવાબ, હિંડનબર્ગના આરોપો જૂઠાણા સિવાય કંઈ જ નથી
કોંગ્રેસને વધુ એક ફટકો: ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં જોડાવાની સંખ્યામાં વધારો થયો છે. કોંગ્રેસને વધુ એક ફટકા સ્વરૂપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે કાંતિ સોઢા પરમારે હવે ભાજપનો ખેસ પહેરી લીધો છે.
આ પણ વાંચો Paper leaked Case:ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું, 13 પેપર ફૂટ્યા બાદ સરકાર હવે ગૃહમાં કાયદો લાવશે
કોણ છે કાંતિ સોઢા પરમાર?: કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. નોંધનીય છે કે, કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળ સામે આવી હતી. તો વળી તાજેતરમાં સ્થાનિકોએ મતવિસ્તારમાં પડતી અગવડોને લઈને કાંતિ સોઢા પરમારને ઘેર્યા હતા. આ સાથે તાજેતરમાં કાંતિ સોઢા પરમારના દિકરા ઉપર એક યુવકને માર માર્યાનો આક્ષેપ લાગ્યો હતો.