ETV Bharat / state

લોકડાઉન બાદ પ્રથમ વખત આજે તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઇ જવા રવાના - first time, Tejas train left Ahmedabad for Mumbai

7 મહિના પછી પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' આજે 17 ઓક્ટોબરથી ફરીથી શરૂ થઈ છે. આજે સવારે અમદાવાદ સ્ટેશનથી 06:40 કલાકે તેજસ ટ્રેન મુંબઇ જવા રવાના થઈ છે. જે 1:10 કલાકે મુંબઈ પહોંચશે.

mumbai
લોકડાઉન બાદ પ્રથમ વખત તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઇ જવા રવાના
author img

By

Published : Oct 17, 2020, 8:30 AM IST

  • લોકડાઉન બાદ પ્રથમ વખત તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઇ જવા રવાના
  • ટ્રેનમાં મુસાફરોને મળશે એક કોરોના પ્રોટેક્શન કીટ
  • ટ્રેનના દરેક કોચમાં હાજર રહેશે કોરોના ગાર્ડ
  • આ ટ્રેન છે અનેક સુવિધાથી સજ્જ

અમદાવાદ : 7 મહિના પછી પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' આજે 17 ઓક્ટોબરથી ફરીથી શરૂ થઈ છે. આજે સવારે અમદાવાદ સ્ટેશનથી 06:40 કલાકે તેજસ ટ્રેન મુંબઇ જવા રવાના થઈ છે. જે 1:10 કલાકે મુંબઈ પહોંચશે. અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ આ ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થશે. ટ્રેનમાં મુસાફરોને એક કોરોના પ્રોટેક્શન કીટ મળશે, જેમાં માસ્ક, ગ્લોવ્સ, સેનિટાઇઝર, હેડ ગિયર સહિતના અન્ય સાધનો હશે. તેમજ આરોગ્ય સેતુ એપ દરેક મુસાફર માટે ફરજીયાત રહેશે.

લોકડાઉન બાદ પ્રથમ વખત તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઇ જવા રવાના

ટ્રેનના દરેક કોચને આગમન અને પ્રારંભ દરમિયાન સ્વચ્છ અને જંતુમુક્ત કરવામાં આવશે, જેના માટે દરેક કોચમાં અલગ કોરોના ગાર્ડ હાજર રહેશે. આ ઉપરાંત કેટરિંગ અંગે પણ એસ.ઓ.પી.ના નિયમોનું પાલન કરવામાં આવશે. તેજસ શરૂ કરતા પહેલા IRCTCએ SOPના નિયમ તરીકે તેના કર્મચારીઓને સંપૂર્ણ તાલીમ આપી છે. દરેક મુસાફરોની બેઠકની વચ્ચે એક સીટનું અંતર હશે. દરેક કોચમાં પ્રવેશ માટે થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે.

દરેક મુસાફરને ગરમ ભોજન આપવામાં આવશે. નવરાત્રિને લઈને ફરાળ પણ ઉપલબ્ધ રહેશે. જ્યારે જૈન ફૂડ પણ મળશે. ટ્રેનમાં લગભગ 200 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. ઝડપી અને આરામદાયક પ્રવાસ માટે આ ટ્રેન હવાઈ યાત્રીઓની પણ પસંદ છે. પ્રવાસીઓએ આખા પ્રવાસ દરમિયાન ફેસ માસ્ક પહેરવાનું રહેશે, તેનું પણ વિશેષ મોનિટરિંગ પણ કરવામાં આવશે. તેજસની સાથે, પશ્ચિમ રેલ્વે પણ ટૂંક સમયમાં સદી, ઓગસ્ટ ક્રાંતિ, દુરંતો અને રાજધાની ટ્રેનની સેવાઓ શરૂ કરશે. તેજસ ટ્રેનને 19 માર્ચ 2020થી બંધ કરવામાં આવી હતી. આ ટ્રેન સૌથી ઝડપી અને મોર્ડેનાઇઝ ટ્રેન છે. તેમજ ઓડિયો, વીડિયો, અખબાર, સહિતની તમામ સેવાઓમાંથી સજ્જ છે. પેન્ટ્રી સેવા પણ અનલિમિટેડ ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.