- દીપ્તિ અમર કોટિયા-પૂર્વ કાઉન્સિલર બોડકદેવ વૉર્ડ
- બોડકદેવ વૉર્ડમાં થયેલી ગત 5 વર્ષની કામગીરી અંગે કાઉન્સિલરે આપ્યો હિસાબ
- છેલ્લા 25 વર્ષથી દીપ્તિ બેન છે કાર્યરત પોતાના વિસ્તાર માટે કામ કરી રહ્યા છે
અમદાવાદઃ ઇટીવી ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલી મુહિમ 5 વર્ષનું પંચનામું જેમાં કાઉન્સિલર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમના વિસ્તારમાં નાગરિકોને સુવિધા માટે કાઉન્સિલર દ્વારા કયા પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે. તે અંગેના તમામ જે વિગતો છે જે તે વિસ્તારના નાગરિકો સુધી પહોંચે તે માટે etv ભારત દ્વારા અમદાવાદ શહેરના તમામ વિસ્તારના કાઉન્સિલર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સાથે જ તેમના દ્વારા કેટલાક કાર્યો કરવામાં આવી રહ્યા છે તે અંગેની માહિતી પણ મેળવી રહ્યા છે.
બગીચામાં સાધનો મુકવાની કરાઈ કામગીરી
ગત ગામમાં ચૂંટણીના આવેલા દિપ્તીબેન દ્વારા પોતાના વિસ્તારમાં સ્થાનિકો માટે રસ્તાનું કામ તેમજ સાથે જ બગીચાઓમાં રમત-ગમતના સાધનો અને અન્ય સ્થાનિકોની જરૂરિયાત પ્રમાણેની કામગીરી છે. તે અંગે છેલ્લા 5 વર્ષમાં કાર્ય કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રોડ રસ્તાને લઈને સ્થાનિકોને મોટી મુશ્કેલી પડતી હતી. જે અંગે પણ ચૂંટાઈ આવેલા ભાજપના 4 કાઉન્સિલર દ્વારા બોડકદેવ વિસ્તારમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
બોડકદેવ વૉર્ડની કામગીરી
મહત્વનું છે કે, બોડકદેવ વૉર્ડ એસ.જી હાઈવેની નજીક છે, ત્યારે હાઇવે પરના ડેવલપમેન્ટના કારણે અનેક રોડ-રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળતા હોય છે. તો બોડકદેવ વૉર્ડમાં રસ્તા સાથે જ વસ્ત્રાપુર તળાવ સહિત અનેક ગાર્ડનને ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવી છે.