અમદવાદઃ શહેરના ઘાટલોડિયા અને નારણપુરા તેમજ મેમનગરમાં વધુ 3 ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાથે જ LG હોસ્પિટલના બે ડોક્ટરોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઘાટલોડિયા ચાણક્યપુરીમાં આવેલા દેવનંદન ફ્લેટમાં રહેતા ડો. હિરેન દોશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ નારણપુરામાં અંકુર રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા ડો. રાઘવ સુથારનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં આજે કુલ 50 નવા કેસ નોંધાયા છે. નવાવાડજના આનંદનગરમાં રહેતા અમરતભાઈ જોશીને પણ કોરોના પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જેના પગલે શહેરના ઘાટલોડિયા, નારણપુરા, નવાવાડજ, દુધેશ્વર, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, મેમનગર, દાણીલીમડા જેવા વિસ્તારો કોરોના વકરવાની ભીતિ ફેલાયેલી જોવા મળી રહી છે.