ETV Bharat / state

ધોળકા બગોદરા હાઈવે પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, પાંચના મોત - નાયક અધિક્ષક

અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક ધોળકા બગોદરા હાઈવે પર મંગળવારની સાંજે CNG રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ આ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હતા.

accident
accident
author img

By

Published : Dec 15, 2020, 11:01 PM IST

  • CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
  • ખાનપુર ગામના 5 લોકોના મોત
  • 5 વ્યક્તિના મોત થતાં ખાનપુર ગામમાં શોકનો માહોલ

અમદાવાદ : જિલ્લાના ધોળકા તાલુકાના ખાનપુર ગામના લોકો ધોળકાથી ખાનપુર તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન બગોદરા તરફથી ધોળકા આવી રહેલી કાર ચાલકે ગફલત ભર્યું અને બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરતા સામેથી આવી સામેથી આવી રહેલી રીક્ષાને ટક્કર મારતા રીક્ષા રોડની બાજુની ઊંડી ખાઇમાં પટકાતા ઘટનાસ્થળે જ 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક બાળકને નવજીવન હોસ્પિટલ ધોળકા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની યાદી

  • તેજાભાઈ હિન્દુ ભરવાડ
  • આરતીબેન વશરામભાઈ ભરવાડ
  • વિક્રમભાઈ શામજીભાઈ દેવીપુજક
  • આ સાથે બે બાળકોના પણ મોત થયા છે.

અકસ્માત ઘટના અંગે જાણ થતા ધોળકા તાલુકાના નાયક અધિક્ષક રીના રાઠવા તેમજ PI અરવિંદ કુમાર અસારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.