ETV Bharat / state

Cyclone Biparjoy: બોટ ઉત્પાદકો ચિંતામાં, તૈયાર બોટને બચાવવા માટે સરકારને અપીલ

ગુજરાતના દરિયાકાંઠે માંડવીના શિપ-બિલ્ડરોને ચક્રવાતના પ્રકોપનો ભય છે. ગુજરાતના માંડવી શહેરના દરિયાકિનારે પરંપરાગત વહાણ નિર્માતાઓને ચિંતા છે કે, નજીક આવી રહેલું ચક્રવાત બિપરજોય તેમના ઉદ્યોગને ટક્કર આપી શકે છે. જે કિનારા પર નિર્માણાધીન જહાજોને જો જહજોને સરળતાથી સલામતી માટે ખસેડવામાં નહીં આવે તો વાવાઝોડું જહાજોને સખત અસર કરી શકશે.

માછીમારી બોટ ઉત્પાદકો તેમની તૈયાર બોટ માટે ચિંતામાં છે પણ બચાવવા માટે સરકારને અપીલ કરી છે
Etv Bharatમાછીમારી બોટ ઉત્પાદકો તેમની તૈયાર બોટ માટે ચિંતામાં છે પણ બચાવવા માટે સરકારને અપીલ કરી છે
author img

By

Published : Jun 15, 2023, 11:18 AM IST

અમદાવાદ: જો ચક્રવાત બિપરજોય ગુરુવારે સાંજે માંડવી અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.માંડવી છેલ્લા 300 થી વધુ વર્ષોથી તેના શિપ-બિલ્ડીંગ ઉદ્યોગ માટે જાણીતું છે.અહીઁ દરિયા કિનારે આવેલી વર્કશોપમાં 2,200 થી 3,000 ટન માલ સામાનનું વહન કરી શકે તેવા લાકડાના મોટા વહાણોનું નિર્માણ કરવામાં આવે છે.જહાજનું નિર્માણ કરતાં અબ્દુલ્લા યુસુફ માધવાણીએ જણાવ્યું હતું કે,એક જહાજ બનાવવામાં બે વર્ષ લાગે છે.

સુરક્ષિત સ્થળોએ ખસેડી શકાય: એક જહાજના નિર્માણમાં 50 થી 70 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.તેણે બે વર્ષથી નિર્માણ પાણી રહેલા 3,000-ટનના જહાજ તરફ ઈશારો કરતાં કહ્યું કે અમને ડર છે કે ચક્રવાત અમારા જહાજોનું વિનાશ કરશે. પરંતુ જ્યાં સુધી આ જહાજોનું નિર્માણ થઇ રહ્યું છે ત્યાં સુધી આ વિશાળ જહાજોને સુરક્ષિત સ્થળોએ ખસેડી શકાય તેમ નથી.

"હાલમાં માંડવીમાં ઓછામાં ઓછા 20 જહાજો નિર્માણ કાર્યમાં વિવિધ તબક્કામાં છે. તેઓ 2,000 થી 3,000 ટનના જહાજો બનાવે છે જેની ઉંચાઈ 24 થી 30 ફૂટ હોય છે.અમારા વડીલોએ 300 વર્ષ પહેલાં આ ઉદ્યોગ શરૂ કર્યો હતો. અમે આ પરંપરાને ચાલુ રાખીએ છીએ. મેટલ-બોડીનું જે જહાજ હોય છે તેનું આયુષ્ય 16 થી 25 વર્ષ છે. પરંતુ લાકડાના વહાણનું આયુષ્ય 100 વર્ષ જેટલું હોય છે.જો વહાણના કોઈ ભાગમાં લાકડું બગડે છે, તો અમે તે ભાગને રિફિટ કરીએ છીએ, જે તમે મેટલ-બોડી જહાજોના કિસ્સામાં કરી શકતા નથી",-- અલી બક્ષ (લાકડાંના જહાજ બનાવતા સુથાર)

લાકડાના આધાર ફ્રેમ્સ: માંડવીમાં બનેલા જહાજો સોમાલિયા જાય છે. તો અન્ય જહાજો આફ્રિકન દરિયાકાંઠાના દેશો અને ગલ્ફ દેશોમાં પણ જાય છે.જો ચક્રવાત અમારા જહાજોને નુકસાન પહોંચાડે છે, તો અમે બરબાદ થઈ જઈશું.નિર્માણાધીન જહાજોને સુરક્ષિત રાખવા માટે, કામદારોએ તેમની નીચે રેતીની થેલીઓ મૂકી છે. લાકડાના આધાર ફ્રેમ્સ પણ બાંધ્યા છે. જેથી કરીને તેઓ આગળ ન જાય.

અમારી ચિંતા: અન્ય શિપ બિલ્ડર અસલમ મલેકે જણાવ્યું હતું કે"તેમની સાઇટ પર જહાજો બનાવવા માટે તૈયાર કરવામાં આવેલો પાયો છેલ્લા કેટલાક દિવસોમાં કિનારા પર અથડાતા મોજાની વિકરાળતાને કારણે તૂટી ગયો હતો. પરંતુ વહીવટીતંત્રએ અત્યાર સુધી અમારી ચિંતા પર ધ્યાન આપ્યું નથી અને કંઈપણ કર્યું નથી,

  1. Cyclone Biparjoy Live Status: વાવાઝોડું જખૌ 180 કિમી દૂર, હવે પછીના કલાક અતિભારે
  2. Cyclone Biparjoy: સેટેલાઈટ ઈમેજ પરથી સમજો બિપરજોયની તીવ્રતા, આજે સાંજ સુધીમાં જખૌ બાજું ટકરાઈ શકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.