ETV Bharat / state

અમદાવાદમાં આગના અધધ બનાવો, માત્ર 17 દિવસમાં 127 વખત આગની ઝપેટમાં

અમદાવાદ: ગરમીની શરૂઆત થતાં જ શહેરમાં આગના બનાવો વધ્યા છે. છેલ્લા 17 દિવસમાં ફાયર વિભાગને આગ માટેના 127 કોલ મળ્યા છે, જ્યારે રેસ્ક્યુ માટેના 184 કોલ મળ્યા છે. ગરમીને કારણે આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 7:44 PM IST

વર્ષ 2018-19 દરમિયાન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝને આગના કુલ 2,254 કોલ મળ્યા હતા. ગરમીની ઋતુમાં આગના બનાવોમાં સરેરાશ 20થી 30 ટકા જેટલો વધારો જોવા મળે છે. હજુ તો ગરમીની શરૂઆત છે ત્યારે 1 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ફાયરની ઇમરજન્સી સર્વિસને 127 આગના કોલ મળ્યા હતા, જ્યારે રેસ્ક્યુ માટેના 184 કોલ મળ્યા હતા.

અમદાવાદમાં આગના અધધ બનાવો, માત્ર 17 દિવસમાં 127 વખત આગની ઝપેટમાં
ફાયર ઓફિસરના જણાવ્યાં અનુસાર, ગરમીના સમયમાં ઇલેક્ટ્રિકના બે છેડા ગરમીના કારણે પીગળી જતા હોય છે અને વાયરની અંદરનો કોપર અને એલ્યુમિનિયમ વાયર લીક થવાને કારણે શોર્ટ સર્કિટ થાય છે અને આગ લાગતી હોય છે. આગથી બચવા વાહનોમાં ગેસ લીકેજ અને ગેસ સીલ ચેક કરાવવું જોઈએ. વાયરિંગના છેડા બંને બાજુથી વ્યવસ્થિત ફિટ કરાવવા અથવા શક્ય હોય તો વાયરિંગ બદલાવી લેવું જોઈએ. તેમજ વાહનોમાં ઓઇલ પણ લીકેજ ન થતું હોય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આવી વિવિધ તકેદારી રાખવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.અમદાવાદ ફાયર વિભાગ પાસે વર્તમાનમાં આગ અને અન્ય રેસ્ક્યુના બનાવો માટે 16 ફાયર સ્ટેશન કાર્યરત છે અને 16 ફાયર સ્ટેશનોમાં કુલ 550 ફાયર ફાયટરો પણ 24×7 કામ કરવા માટે તૈયાર છે.

Intro:અમદાવાદ

ગરમીની શરૂઆત થતા શહેરમાં આગના બનાવો વધ્યા છે ત્યારે છેલ્લા 17 દિવસમાં ફાયર વિભાગને આગ માટેન 127 કોલ મળ્યા છે જ્યારે રેસ્ક્યુ માટેના 184 કોલ મળ્યા છે.ગરમીને કારણે આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Body:વર્ષ 2018-19 દરમિયાન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝને આગના કુલ 2254 કોલ મળ્યા હતા.ગરમીની ઋતુમાં આગના બનાવોમાં સરેરાશ 20થી 30 ટકા જેટલો વધારો જોવા મળે છે.હજુ તો ગરમીની શરૂઆત છે ત્યારે 1 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ફાયરની ઇમરજન્સી સર્વિસને 127 આગ લાગ્યાના કોલ મળ્યા હતા જ્યારે રેસ્ક્યુ માટેના 184 કોલ મળ્યા હતા.

આગ લાગવાના કારણો-

સમગ્ર વર્ષ દરમિયાન વીજળીનો લોકો ભરપૂર ઉપયોગ કરતા હોય છે ત્યારે ગરમીના સમયમાં ઇલેક્ટ્રિકના બે છેડા ગરમીના કારણે પીગળી જતા હોય છે અને વાયરની અંદરનો કોપર અને એલ્યુમિનિયમ વાયર લીક થવાને કારણે શોર્ટ સર્કિટ થાય છે અને આગ લાગે છે.ગરમીના દિવસોમાં ઇલેક્ટ્રિક સાધનોના વાયરિંગના બંને બાજુથી ફિટ ના હોય અને ઘસાયેલા હોવાથી પણ વાહનોમાં આગ લાગવાની શકયતા છે.ઉંદર અને ગરોળી જેવા પ્રાણીઓ જ્યારે વાયરોને કરડી ખાય છે ત્યારે પણ બે વાયરોના કારણે કોપર અને એલ્યુમિનિયમ લીકેજ થાય છે તેના કારણે પણ આગ લાગતી હોય છે.

આગ ના લાગે તે માટે કેવી તકેદારી રાખવી-

ગરમીના સમયમાં ઇલેક્ટ્રિક વપરાશ વધતો હોય છે અને સાથે ઇલેક્ટ્રિક સાધનોમાં પણ વધારો થતો હોય છે જેની સામે લોડ ન વધે તે માટે ઇલેક્ટ્રિકનો પાવર પણ વધારે લેવો જોઈએ.વાહનોમાં ગેસ લીકેજ અને ગેસ સીલ ચેક કરાવવું જોઈએ.વાયરિંગના છેડા બંને બાજુથી વ્યવસ્થિત ફિટ કરાવવા અથવા શક્ય હોય તો વાયરિંગ બદલવી દેવું જોઈએ.વાહનોમાં ઓઇલ પણ લીકેજ ના હોય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ.ઘરોમાં ઇલેક્ટ્રિકના બોર્ડ અને મીટર પરથી ધૂળને નિયમિત સાફ કરવી જોઈએ.

Conclusion:અમદાવાદ ફાયર વિભાગ પાસે આગ અને અન્ય રેસ્ક્યુના બનાવો માટે 16 ફાયર સ્ટેશન કાર્યરત છે અને 16 ફાયર સ્ટેશનોમાં કુલ 550 ફાયર ફાયટરો પણ 24"×7 કામ કરવા માટે તૈયાર છે.

બાઇટ - રાજેશ ભટ્ટ ( એડી. ચીફ ફાયર ઓફિસર - અમદાવાદ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.