અમદાવાદ: એસ.જી.હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ લાગી હતી. ટોયોટાના શોરૂમના પ્રથમ માળે આગ લાગ્યા બાદ બીજા માળ સુધી આગ પ્રસરી હતી. બે માળ સુધી આગ પ્રસરતા ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જો કે હજુ કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી.
અપડેટ શરૂ છે....