અમદાવાદ: રવિવારે વહેલી સવારે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલ જીઆઇડીસીની અંદર કેમિકલ કંપનીની અંદર આગ લાગી હતી. પરંતુ સમય સૂચકતાની સાથે જ ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
'વટવા જીઆઇડીસીમાં આવેલ હિંદ પ્રકાશ સામે આવેલ અનાર કેમિકલ F1 પ્લોટ નંબર 11/14 સવારમાં ગોડાઉનના કેબિનના આગ લાગી હતી. ફાયર વિભાગને ઈમરજન્સી કોલ મળતા જ ઘટના સ્થળ પર ચાર ફાઈટર્સ વાહનો પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની કે ઇજાનો રિપોર્ટ મળ્યો નથી.' -ઓમ જાડેજા, ફાયર ઓફિસર
આગ લાગવાનું પ્રાથમિક કારણ: આગ લાગવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર બેટા નેપથોલ મટીરીયલ નામનું રસાયણના જથ્થામાં આગ હતી. તેમાંથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુના વિસ્તારમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે સમયે જ ફાયર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન કોઈને જાનહાની કે મોટી ઇજા થઇ ન હતી.
આગ લાગવાની ઘટનાઓ: અમદાવાદ શહેરમાં અવારનવાર આગના કિસ્સાઓ સામે આવતા હોય છે. બે દિવસ પહેલા જ એસ.જી.હાઇવે પર આવેલ ટોયોટા નો શોરૂમમાં પણ શોર્ટ સર્કિટ કારણે આગ લાગી હતી. જેમાં પણ સમય સૂચક તેને કારણે કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું. વધુ એકવાર આ જ વટવા જીઆઇડીસીમાં પણ આગનો બનાવ સામે આવી છે. તેમાં પણ ફાયર વિભાગની સમયસૂચકતાથી કારણે મોટી જાનહાની અટકી છે.