ETV Bharat / state

ચૂંટણી 2022ઃ એવી બેઠકો જ્યાં પરિવારમાં છે ફાઈટ, નંણદ-ભાભી સામસામે - Jamnagar Congress Leader Naina Jadeja

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) આ વખતે અનેક એવી બેઠકો છે જ્યાં પરિવારના સભ્યો જ સામસામે લડતા જોવા મળશે. જામનગરમાં પણ ભાજપે ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને (Jamnagar North BJP candidate Rivaba Jadeja) ટિકીટ આપી છે. તો તેમની સામે કૉંગ્રેસના પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પાસે કૉંગ્રેસની કમાન છે. ત્યારે આવો જાણીએ અન્ય કઈ એવી બેઠક છે જેમાં પરિવારની સામે (Family Members Fight in Gujarat) પરિવાર છે.

ચૂંટણી 2022ઃ એવી બેઠકો જ્યાં પરિવારમાં છે ફાઈટ, નંણદ-ભોજાઈ સામસામે

author img

By

Published : Nov 14, 2022, 10:37 AM IST

Updated : Nov 14, 2022, 11:12 AM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) રંગ બરાબરનો જામી ગયો છે. રાજકીય પાર્ટીઓએ (Gujarat Political News) પણ તમામ બેઠક પર ઉમેદવારોને ગોઠવી દીધા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ (Family Members Fight in Gujarat) વાત એ રહેશે કે, કેટલીક બેઠક પર પરિવાર સામે જ પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. તો આવી કેટલી બેઠક છે તેની પર એક નજર કરીએ.

અંકલેશ્વર બેઠક ભરૂચની અંકલેશ્વર બેઠક પર ભાજપના વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ (Ankleshwar BJP Ishwarsinh Patel) ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેમની સામે કૉંગ્રેસે તેમના જ ભાઈ વિજય ઉર્ફે વલ્લભને ટિકીટ આપી છે. વર્ષ 1990થી આ બેઠક પર ભાજપનો કબજો છે. જ્યારે વર્ષ 2002માં ઈશ્વરસિંહ પટેલે તેમના કાકા રતનજી પટેલને હરાવ્યા હતા. હવે આ બેઠક પર ભાઈ ભાઈ વચ્ચે ચૂંટણી જંગ થશે.

જામનગર પર ભાભી અને નણંદ સામસામે ભાજપે જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને (Jamnagar North BJP candidate Rivaba Jadeja) ટિકીટ આપી છે. હવે તેઓ ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે. ત્યારે હવે તેમની સામે રવિન્દ્ર જાડેજાના બહેન અને કૉંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નયનાબા જાડેજા (Jamnagar Congress Leader Naina Jadeja) કૉંગ્રેસના પ્રચારની કમાન સંભાળી રહ્યાં છે. એટલે આ બેઠક પર ભાભી અને નણંદ સામસામે આવી ગયા છે.

ઝઘડિયા બેઠક આ બેઠક પર સતત 7 ટર્મથી છોટુ વસાવા (Chhotu Vasava BTP) જીતતા આવ્યા છે. છોટુ વસાવા ભાજપ સાથે ગઠબંધન કરવા માગતા નહતા, પરંતુ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી પોતાનો મેન્ડેટ બહાર પાડી ઉમેદવારીપત્ર ભરી દીધું છે. તો છોટુ વસાવાએ પણ જેડીયુ સાથે ગઠબંધન કર્યું હતું.

Last Updated : Nov 14, 2022, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.