ETV Bharat / state

આયશા આત્મહત્યા કેસઃ ETV BHARATએ કેસ લડી રહેલા વકીલ સાથે વાત કરી - રાજ્ય સરકાર

અમદાવાદની આયેશાએ વીડિયો મેસેજ મુકીને સાબરમતી નદીમાં આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે આયશાના પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. આ અંગે આયેશાનો કેસ લડનારા વકીલ જફર ખાન પઠાણ સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી.

આયશાએ દહેજની માંગ અને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધોના કારણે કરી આત્મહત્યા

author img

By

Published : Mar 2, 2021, 8:06 AM IST

  • આયશાએ દહેજની માંગ અને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધોના કારણે કરી આત્મહત્યા
  • આયશાનો કેસ લડનારા વકીલ જફર ખાન પઠાણ સાથે ETV BHARATએ કરી ખાસ વાતચીત
  • આ સમગ્ર મામલો હાલ શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો
  • આયશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા

અમદાવાદઃ શહેરમાં રહેતી આયશા નામની મહિલાએ 25 ફેબ્રુઆરીએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યા કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસતા હસતા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને તે ખુશ છે, અલ્લાહ પાસે જઈ રહી છે, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. આયશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આયશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી

આયશાના પરિવારજનોએ પત્રકાર પરિષદ કરીને સાસરિયાએ ત્રણ દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આયશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આરીફ ખાનને ફાંસી આપવાની સતત માગ કરવામા આવી રહી છે. આરીફ અને તેના માતા સાયરાબાનુ અને પિતા બાબુખાનના આ ઘટનાને લઈને પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચીને તપાસ કરતા સમગ્ર પરિવાર ફરાર થઈ ગયો છે ત્યારે આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે.

'પૈસા નથી જોઈતા, બીજી કોઈ આઇશા આત્મહત્યા ન જાય તેવો ન્યાય આપો'

આયશાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરીની સાસુ છે, તે મારી બહેનની નણંદ છે. તેમને માઇન્સ ફેક્ટરીનો ધંધો છે. તેમના લવ મેરેજ નથી સગામાં જ છે. મારી દીકરીને ત્રાસ આપતા હોવાથી અમે તેને અમદાવાદ લઇને આવ્યા હતા. તેનો પતિ પછી લેવા આવ્યો જ નહીં. આયશાને પતિ અને સાસરિયા પક્ષે ત્રાસ જ આપ્યો છે. અમારે પૈસા નથી જોતા ન્યાય જોઇએ છે, આરીફને સજા અપાવી જેથી આવી બીજી કોઇ આયશા અત્મહત્યા ના કરે. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે એટલે ઝડપી ન્યાય મળી શકે.

'આયશાની આત્મહત્યાનું મુખ્ય કારણ દહેજ અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધ'

આ અંગે આયશાનો કેસ લડી રહેલા વકીલએ જણાવ્યું કે, આયશાના આત્મહત્યાનું મુખ્ય કારણ દહેજ અને આરીફના બીજી છોકરી સાથે અનૈતિક સંબંધ છે. આયશાની પાસે દહેજની માગણી કરવા માટે તેમના પરિવારજનો સપોર્ટ કરતા હતા. આરિફ આયશાને વારંવાર ટોર્ચર અને પૈસાની ડિમાન્ડ કરતો હતો. આયશાને કોઇ સપોર્ટ નહોતું કરતું.

'આરીફ ખાનની ગર્લફ્રેન્ડ પણ હતી, આયશાને રાખવા નહોતો માગતો'

આયશાના પરિવારજનોએ કહ્યું કે, આરિફ ખાનને આયશા સાથે નહીં પૈસા સાથે લેવા દેવા હતા. દહેજ અને અફેરના કારણે આ ઘટના બની છે. આરીફને માત્ર પૈસા જ જોઇએ છે. તેને ગર્લફ્રેન્ડ પણ છે. આરીફ પત્ની (આયશા)ની સામે જ ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હતો. આરીફને આયશાને રાખવા જ નહોતો માગતો. આયશાને કહેતો હતો કે તુ છુટી થઇ જા એટલે બીજા લગ્ન કરી શકુ. પછી તેને વીડિયો મોકલજે એટલે તે આઝાદ થઇ જાય. તેમણે જણાવ્યું કે 21-8-2020માં આયશા સાથે થતાં ત્રાસના કારણે ડોમેસ્ટિક વાઇલન્સનો ગુનો વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. પણ તેનાથી કોઈ ફેરફાર ન થયો અને પતિના ત્રાસથી 25 ફેબ્રુઆરીએ આયેશાએ આત્મહત્યા કરીને દુનિયાને અલવીદા કરી દીધી હતી. હવે આવા બીજા કોઈ બનાવો ના બને તે માટે સખત કાનૂન બનવા જોઈએ અને આયશાના પતિને શોધીને વહેલી તકે સજા ફટકારવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવોનો ભોગ કોઈ માસુમ દિકરી ના બને.

આયશા આત્મહત્યા કેસઃ ETV BHARATએ કેસ લડી રહેલા વકીલ સાથે વાત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.