ETV Bharat / state

ભાજપનો દરેક કાર્યકર સ્ટાર પ્રચારક : ભરત પંડ્યા

author img

By

Published : Dec 17, 2020, 7:14 PM IST

Updated : Dec 17, 2020, 7:38 PM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાને હવે બે મહિના જેટલો સમય જ બાકી છે. ગુજરાતમાં રાજકીય પાર્ટીઓએ આ ચૂંટણીઓને લઈને બેઠકો શરૂ કરી દીધી છે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલ અને ગુજરાત બહારની મોટાભાગની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ત્યારે આ ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે, તેવો દાવો ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કર્યો હતો.

ભાજપનો દરેક કાર્યકર સ્ટાર પ્રચારક : ભરત પંડ્યા
ભાજપનો દરેક કાર્યકર સ્ટાર પ્રચારક : ભરત પંડ્યા
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની જીત નક્કી : ભરત પંડ્યા
  • ભાજપનો દરેક કાર્યકર સ્ટાર પ્રચારક
  • કોરોનાની ગાઈડલાઈન મુજબ પ્રચાર પ્રસાર થશે

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાને હવે બે મહિના જેટલો સમય જ બાકી છે. ગુજરાતમાં રાજકીય પાર્ટીઓએ આ ચૂંટણીઓને લઈને બેઠકો શરૂ કરી દીધી છે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલ અને ગુજરાત બહારની મોટાભાગની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ત્યારે આ ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે, તેવો દાવો ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કર્યો હતો.

1.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ભાજપ કયા મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જશે ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભારતીય જનતા પાર્ટી એક મેનિફેસ્ટો બહાર પાડશે. અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની છે. આ યોજનાના લાભ જે લોકોને મળ્યા છે, તેની માહિતી લોકો સુધી પહોંચાડવાની છે. ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ કાર્યકર્તાઓ વાળી પાર્ટી છે. ભાજપનો કાર્યકર્તા અને સરકાર હમેંશા પ્રજાની વચ્ચે હોય છે. આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નક્કી છે.

2.હૈદરાબાદની જેમ આ ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકો આવશે ?

ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર તે ભારતીય જનતા પાર્ટીનો સ્ટાર પ્રચારક છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર કોઈ પણ રાજકીય પદ પર પહોંચે તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ રહે છે. મતદારોને મત પેટી સુધી કાર્યકાર જ લઈ જાય છે. તેમ છતાંય કોઈ અધિકૃત વ્યક્તિ પ્રચારક તરીકે આવશે કે કેમ ? તે નિર્ણય જે-તે સમયે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે.

3.આ ચૂંટણીઓમાં પેજ કમિટીનું કેટલું મહત્વ રહેશે ?

ભાજપમાં પેજ કમિટીની યોજના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ લાવ્યા છે. ભાજપનું લક્ષ્ય આગામી વિધાનસભાની તમામ બેઠકો જીતવાનું છે. પેજ કમિટીની વાત કરીએ તો એક પેજ પર 30 મતદારો હોય છે. દરેક પરિવારમાંથી એક વ્યકતિ લઈને જો પેજ કમિટી બનાવવાની હોય, તો દરેક મતદારો સીધા ભાજપ સાથે જોડાશે. આમ 65 ટકા મત ભાજપને મળશે.

4.કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં પ્રચારને લઈને પાર્ટીનું શું આયોજન છે ?

ચૂંટણીઓ હંમેશા સંવિધાન અનુસાર, ચૂંટણીપંચની જાહેરાત પ્રમાણે યોજાય છે. કેન્દ્ર સરકારે જે પ્રમાણે કોરોના વાયરસને અટકાવવા ગાઈડલાઈન આપી છે. તે મુજબ જ પ્રચાર કરાશે. ચૂંટણી પંચ નક્કી કરશે તે પ્રમાણે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવશે. તેમ છતાય ભારતીય જનતા પાર્ટીએ પોતાના કાર્યકરોને કોરોના વાઇરસની ગાઇડલાઇનને અનુરૂપ પ્રચાર કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પહોંચી શકે તેમ નથી. એમ પણ ભાજપ દ્વારા સતત પોતાના કાર્યો અને સરકારની યોજનાઓનો સોશિયલ મીડિયા દ્વારા સતત પ્રચાર થતો રહે છે. ત્યારે કોરોના કાળમાં ભાજપ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર ઉપર વધુ જોર અપાશે.

Last Updated : Dec 17, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.