ETV Bharat / state

ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ પાણીના પ્રયોગથી વધારો રોગપ્રતિકારક શક્તિ - પાણીના ફાયદા

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા આપણે કંઈક કરવું જોઈએ. રોગ પ્રતિકાર શક્તિ વધારવાના ઉપાયો કરવા જોઈએ. જો તમારી ઈમ્યુનિટી સારી હશે તો કોરોના તો શું છે કોઈપણ વાઈરસ તમને અડકી નહીં શકે. જી હા… રોગ પ્રતિકાર શક્તિ મફતમાં વધી શકે છે. તો પછી આપણે કરવું જ જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ.

a
ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ પાણીના પ્રયોગથી વધારો રોગપ્રતિકારક શક્તિ
author img

By

Published : May 25, 2020, 1:27 PM IST

અમદાવાદ: ઈટીવી ભારત આપના માટે લઈને આવ્યું છે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ… કે જેનાથી એક પણ પૈસો ખર્ચ કર્યા વગર તમે તમારી રોગ પ્રતિકાર શક્તિ વધારી શકો છો અને તે કોરોના સામે ઢાલ બનીને તમારુ રક્ષણ કરી શકો છો. આદર્શ અમદાવાદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટી ભરતભાઈ શાહ આજથી આપણને દરરોજ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ જણાવાશે. અને આપણે તેનો ભરપૂર લાભ લઈએ. આજે પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ પાણીની થેરાપી અંગે વાત કરશે. તો આવો જોઈએ વિડીયો…

ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ પાણીનાં પ્રયોગથી વધારો રોગપ્રતિકારક શક્તિ

ભરતભાઈ શાહનો પરિચય

ભરતભાઈ શાહ આદર્શ અમદાવાદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટી હોવા ઉપરાંત જીવન સાધક છે તથા વિદ્વાન છે. તેઓ જે કહેશે તે તેમણે અમલમાં મૂકેલું છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને શરીરને તમામ રોગોથી મુક્ત રાખવા તથા સ્વસ્થ રહેવા માટે પાણીના પ્રયોગનો ખૂબ મોટો ફાળો છે.

તેઓ અમદાવાદ શહેરને આદર્શ અમદાવાદ બનાવવાની જીદ લઈને સતત 15 વર્ષથી શહેરમાં 60થી વધુ પ્રવૃતિઓ વગર પૈસે કરાવી રહ્યા છે. હજારો લોકોનાં જીવન તેમણે બદલી નાખ્યાં છે. તેમના પિતા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમને સંભાળવાની જવાબદારી તેમના પિતાને સોંપી હતી. ભરતભાઈએ 55મા વર્ષે નિવૃત્તિ લઈને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. તેઓ જૈન ધર્મના મોટા વિદ્વાન છે. સમાજને સંપૂર્ણ સમર્પિત છે. તેમની પાસેથી આપણને શીખવાનું મળે એ મોટી ઉપલબ્ધિ કહેવાય. બસ તેમને આદર્શ અમદાવાદ માટે કંઈક કરવાની જ ભાવના છે. મારે અમદાવાદને આદર્શ બનાવવું છે, તેવો ભેખ ધારણ કર્યો હોય તેમ તેઓ કહે છે કે બધા જ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓનો અમલ કરે અને સ્વસ્થ રહે, કોઈને દવાખાને જવું જ ન પડે. અમદાવાદે મને બહુ આપ્યું છે, તો હવે હું અમદાવાદને કંઈક આપું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.