ETV Bharat / state

BRTSની પાંખે માણો અનલોક અમદાવાદની પહેલા દિવસની સફર...

અમદાવાદમાં આજે સોમવારથી જાહેર પરિવહન સેવા શરૂ થઈ ગઈ છે. કોરોના મહામારીની વ્યાપકતા વચ્ચે એએમટીએસ-બીઆરટીએસ બસ જેવી શહેરની અતિમહત્ત્વની સેવા સામાન્ય દિવસોમાં અતિવ્યસ્ત, અતિભીડભરી બની રહેતી હોય છે. ત્યારે આજે અનલોક 1.0ના પ્રથમ દિવસે અમદાવાદ જનમાર્ગની બસ રેપિડ ટ્રાન્સીટ સીસ્ટમ-બીઆરટીએસ બસમાં કેવી છે સફર, તેના ઇનસાઈડ કેપ્ચર દ્રશ્યો નિહાળો...

અનલોક અમદાવાદનો બીઆરટીએસની પાંખે માણો જાહેરજીવનના પહેલા દિવસનો નજારો

author img

By

Published : Jun 1, 2020, 4:59 PM IST

Updated : Jun 1, 2020, 5:58 PM IST

અમદાવાદઃ અનલૉક 1.0 શરૂ ચૂક્યું છે. જેમાં જાહેર જીવન પુનઃ ધબકતું થાય તેવી સૌને આશા છે. ત્યારે આપ નિહાળી રહ્યાં છો અમદાવાદ જેવા સૌથી મોટા આર્થિક મહાનગર માટે ધબકતીદોડતી જાહેર પરિવહન બસ સેવા-બીઆરટીએસના સ્ટેશનનું દ્રશ્ય.. કોરોના મહામારીએ જનજીવન પર જે ઊંડી અસર છોડી છે તેનું આ પ્રતિબિંબ છે કે, જ્યાં કોરોના પહેલાંના દિવસોમાં ઘણી ભીડ જોવા મળતી હતી.

અનલોક અમદાવાદનો બીઆરટીએસની પાંખે માણો જાહેરજીવનના પહેલા દિવસનો નજારો

બીઆરટીએસની બસોમાં મુસાફરી કરવી શહેરીજનોને પસંદ છે. ત્યારે આ પ્રકારનું દ્રશ્ય બદલાયેલી પરિસ્થિતિનું પરિચાયક છે. બીઆરટીએસ સ્ટેશન પર રડ્યાંખડ્યાં મુસાફર પ્રવેશ લઇ રહ્યાં છે. બસોની ફ્રીકવન્સી પણ હાલમાં જોકે દર પંદર મિનિટની રાખવામાં આવી છે. પ્રવાસી બીઆરટીએસ બસ સ્ટેશનમાં પ્રવેશ લે ત્યારે સેનેટાઈઝર કે થર્મલ ગનની સુવિધા આજે તો જોવા મળી નથી. જોકે કર્મચારી માસ્ક પહેરેલાં જોવા મળ્યાં હતાં. ETV Bharat પ્રતિનિધિ પારુલ રાવલ દ્વારા બીઆરટીએસ બસમાં આજે શી પરિસ્થિતિ છે. તેની ઇનસાઈડ સ્થિતિ જાણવા જ્યારે બીઆરટીએસમાં પ્રવાસ શરૂ કર્યો ત્યાં સ્ટેશન પર કુંડાળાની જગ્યાએ ફૂટપ્રિન્ટના પિક્ચર દ્વારા પ્રવાસીઓને અંતર સાથે ઊભાં રહેવાની વ્યવસ્થા જણાઈ આવી હતી. પંદર મિનિટના ગાળામાં બીઆરટીએસ બસ સ્ટેશન પર આવી પહોંચી હતી. બસમાં પ્રવાસની શરૂઆત કરતાં જણાયું કે તેમાં કુલ ત્રણ પ્રવાસી ઉપસ્થિત હતાં. બસમાં બેઠક વ્યવસ્થા પર તરત ધ્યાન ખેંચે તે રીતે સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે અમુક બેઠક પર પ્રવાસી બેસે નહીં તેની સૂચના આપેલ સ્ટીકર પણ જોવા મળતાં હતાં. તેમ જ કોઇ પ્રવાસી બાજુબાજુમાં બેસે તો બસ ડ્રાઈવર દ્વારા તેમને સુરક્ષિત સ્થાને બેસવાનું જણાવતાં જોવા મળ્યાં હતાં.

બીઆરટીએસ બસના બિગ જંક્શન ગણાતાં નહેરુનગરના બસ સ્ટેશન પર નહીવત એવા પ્રવાસી સ્ટેશનની અંદર જણાયાં તો, બસમાં ચડવાઉતરવા માટે પણ કોઇ ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યાં નહીં. બીઆરટીએસની રોજિંદી હાલતથી આ અલગ જ નજારો હતો. અમદાવાદનો આ અતિવ્યસ્ત એવો નહેરુનગરથી ઇસ્કોન સુધીનો માર્ગ છે. જ્યાં લાખો વાહનો અને રાહદારીઓ માર્ગ ઉપર ઊભરાતાં દેખાતાં હોય છે અને અવરનવાર ટ્રાફિકજામની લોકો બૂમો પાડતાં રહે છે. આ જ માર્ગ ઉપર એસટીનું પણ મહત્ત્વનું પિકઅપ જંક્શન છે, જ્યાં આજે એસટી બસો પાર્ક થયેલી જોવા મળી રહી છે. જોકે તેમાં પણ આ બીઆરટીએસ બસની જેમ જ નહિવત ટ્રાફિક છે. નહેરુનગર બાદ બીઆરટીએસ માટેના મોટા સ્ટેશન છે શિવરંજની અને ઇસ્કોન ચાર રસ્તા. આ સ્ટેશન્સમાં પણ પ્રવાસીઓની ખૂબ જ પાંખી હાજરી જણાઈ હતી. ત્યારે અનલોક 1.0ના પહેલા દિવસે દેખાયેલી સ્થિતિ ગણતરીના દિવસોમાં જ અદ્રશ્ય થશે અને પહેલાંની જેમ જ આ બસોનો મોટા પ્રમાણમાં લાભ લેવાશે અને તંત્રને કમાણી કરાવશે એવી હાલના તબક્કે આશા જતાવી શકાય છે.

આ બસોમાં સૌથી વધુ સફર કરતો શ્રમિક વર્ગ પલાયન કરી ગયો છે ત્યારે તેઓ પરત કામધંધે આવે અને આગામી સમયમાં સ્કૂલકોલેજો ખુલે ત્યારથી તમામ બસોમાં પહેલાંની જેમ ચિક્કાર ગીરદીના દ્રશ્યો નિહાળવા પૂર્વવત બની જશે ત્યારે સોશિઅલ ડિસ્ટન્સિંગ સાથે બસોનું સંચાલન તંત્ર માટે નવો આયામ ખડો કરનાર બની રહેશે.

પારુલ રાવલનો અહેવાલ

Last Updated : Jun 1, 2020, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.