- સિનિયર સિટીઝન અને બાળકોના સર્વે પર ધ્યાન કેન્દ્રિત કરાશે
- ભુપેનદ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય વિષયક તૈયારીઓની સમીક્ષા કરી
- હોસ્પિટલોની તૈયારીની સમીક્ષા
- હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાઈ રહ્યું છે
અમદાવાદ : રાજ્ય સરકારે આગમચેતીના પગલા રૂપે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના (third wave of corona) માટે તૈયારી કેળવી છે. શિક્ષણપ્રધાન (Minister of Education) ભુપેન્દ્રસિહ ચુડાસમાએ શનિવારે કલેક્ટર કચેરીએ સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હોસ્પિટલોમાં પુરતા બેડ, વેન્ટિલેટર (Ventilator) બેડ, ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેક્શન (Remdesivir injection) વિતરણ અને વ્યાપક રસીકરણ જેવા પગલાઓના પરિણામે કોરોના પર મહદાંશે નિયંત્રણ મેળવી શકાયુ છે. સાથે સાથે ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ જેવા સામાજિક અભિયાનનો પણ મોટો ફાળો રહ્યો છે. આ અભિયાન અતર્ગત રાજ્યમાં સમગ્રતયા ગ્રામ્ય કક્ષાએ ઉભુ થયેલું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Health infrastructure) કોરોનાની ત્રીજી લહેરની લહેર (third wave of corona)ની સંભાવના વચ્ચે ઘાતક અસરોને ખાળી શકશે.
આ પણ વાંચો : Cabinet meeting: હવે શાળાઓના વર્ગોમાં બાળકોનો કિલકિલાટ સંભળાશે, 2 માસમાં થશે નિર્ણય
ઓક્સિજનની ઉપલબ્દ્ધિ પર ભાર
આરોગ્ય માળખાની કાર્યક્ષમતા- વૃદ્ધિ –કેપેસિટી બિલ્ડિંગ પર ભાર અપાશે તેમ શિક્ષણપ્રધાને (Minister of Education) ઉમેર્યું હતું. સાથે સાથે જો કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) ની પરિસ્થિતી ઉભી થાય તો હોસ્પિટલોમાં પુરતા બેડ, ઓક્સિજનની ઉપલબ્દ્ધિ માટે ઓક્સિજન સીલિન્ડર કોન્સન્ટ્રેટરનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી દેવાયો છે. સાથે સાથે વધુ ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવા પણ આયોજન કરી દેવાયું છે.
અનુભવથી તૈયારીઓ કરાઈ : કલેક્ટર
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર (Ahmedabad District Administration)એ અગાઉના અનુભવોના આધારે વિશેષ આયોજન કર્યું છે. જિલ્લામાં વયોવૃદ્ધો અને નાના બાળકો-યુવાનોને સંભવિત અસરોથી બચાવવા એ વય જૂથના સર્વે- સ્ક્રિનીંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો : Bhavnagar: ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ
અમદાવાદ જિલ્લામાં કેટલું રસીકરણ થયું ?
અત્રે ઉલ્લેખનીય છે કે, અમાદાવાદ જિલ્લામાં રસીકરણની કામગીરી પણ વ્યાપક અને પરિણામલક્ષી બનાવાઈ છે. અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સને કોરોનાની રસીના બન્ને ડોઝ આપી દેવાયા છે. જ્યારે 100 ટકા ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રથમ ડોઝ અને 82 ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે. 45થી વધુ વય જૂથના 82 ટકાને પ્રથમ ડોઝ અપાયો છે અને 18થી 44 વય જૂથના લોકોને રસી આપવાનુ હાલ ચાલુ છે.
બેઠકમાં કોણ-કોણ ઉપસ્થિત રહ્યા
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લાના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ (Health department officials) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.