ETV Bharat / state

ધંધુકાના તાલુકા પંચાયત ભવનનું નવનિર્માણ માટે CM રુપાણીના હસ્તે ઈ- ખાત મુહૂર્ત - E-Khat Muhurat by CM Rupani

ધંધુકાના તાલુકા પંચાયત ભવનનું નવનિર્માણ માટે મુખ્યપ્રધાન વિજય રુપાણીના હસ્તે ઈ- ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

rupani
rupani
author img

By

Published : Oct 6, 2020, 6:24 AM IST

અમદાવાદ: જિલ્લાના ધંધુકા તાલુકા પંચાયત ભવનના નવનિર્માણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધંધુકા તાલુકા પંચાયત ભવનના નવનિર્માણ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિ માં ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાનના વરદ હસ્તે ઇખાતમુહૂર્ત કર્યા બાદ તેમના દ્વારા ઓનલાઇન પ્રવચન આપવામાં આવ્યું હતું તેમજ રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા પણ કાર્યક્રમ અંતર્ગત ઉદબોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી લિફ વાલાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં ધંધુકા મામલતદાર દેવાંશુ ધોરાજીયા, પ્રાંત અધિકારી તેમજ આર એન્ડ બીના પ્રતાપભાઈ ખાચર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપાના વિધાનસભા ઇન્ચાર્જ કાળુભાઈ ડાભી, તાલુકા પ્રમુખ સુરેખા બા સોલંકી, ઉપ પ્રમુખ અર્જુન સિંહ ચુડાસમા., વિરોધ પક્ષના પ્રવીણ ભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ધંધુકાના તાલુકા પંચાયત ભવનનું નવનિર્માણ માટે CM રુપાણીના હસ્તે ઈ- ખાત મુહૂર્ત

ધંધુકા તાલુકા પંચાયત ભવનના નવનિર્માણ અંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુન સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કેે તાલુકા પંચાયત ભવનના નવનિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 2.40 કરોડ ફાળવવામાં આવ્યા છે જે ભવન તાલુકા ક્વાર્ટર, ભાવનગર હાઈવે નજીક આકાર પામશે ત્યારે તાલુકાના સમગ્ર લોકો માટે અતિ ઉપયોગી બનશે. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત આર એન્ડ બી ના પ્રતાપભાઈ ખાચર દ્વારા ભારે જહેમત ઉપાડવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.