ETV Bharat / state

Ahmedabad Crime: અમદાવાદમાં ડુપ્લીકેટ લાયસન્સ આપવાના રેકેટનો થયો પર્દાફાશ, વધુ ત્રણ લોકોની જમ્મુથી ધરપકડ

અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રિંગ રોડ પરથી પોલીસે ઝડપેલા હથિયારના વેચવાના કારોબારમાં વધુ એક નિવૃત્ત આર્મી જવાન સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવીને હથિયાર વેચવાનું નેટવર્ક ઊભું કર્યું હતું. બે વર્ષમાં 800 થી પણ વધુ હથિયારો ગન હાઉસમાં વેચાયા છે. આ હથિયારો નેટવર્ક દેશવ્યાપી હોવાનું ખુલતા પોલીસ ગન લાઇસન્સની તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં ડુપ્લીકેટ લાયસન્સ આપવાના રેકેટનો થયો પર્દાફાશ, વધુ ત્રણ લોકોની જમ્મુથી ધરપકડ

author img

By

Published : Aug 22, 2023, 1:22 PM IST

અમદાવાદ: ગેરકાયદેસર હથિયારોના વેચાણમાં વધુ એક નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો છે. આરોપીઓએ જમ્મુના ગન હાઉસના માલિક સાથે મળીને ગેરકાયદે હથિયાર અને ડુપ્લીકેટ લાયસન્સ આપવાનું રેકેટ શરૂ કર્યું હતું. જેમાં પોલીસે જમ્મુ કાશ્મીરથી વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા 3 આરોપીમાં નિવૃત્ત આર્મી જવાન રસપાન કુમાર ચદગાલ અને ગન હાઉસનો માલિક ગૌરવ કોતવાલ અને તેનો મેનેજર સજીવ કુમાર શર્માની ધરપકડ કરવામાં આવી છે.

"અગાઉ હથિયાર કેસમાં છ ગ્રાહકો સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જમ્મુ કાશ્મીરમાંથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં સમગ્ર હથિયારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. હાલમાં પકડાયેલા આરોપીઓને વધુ પૂછપરછ શરૂ કરાઇ છે."-- લવીના સિંહા, DCP ઝોન 1, અમદાવાદ

રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ જપ્ત: આરોપી રસપાલકુમાર આસામ રાઈફલ્સમાં સૈનિક તરીકે ફરજ બજાવતો તે સમયે મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના સંર્પકમાં આવ્યો હતો. આ બન્ને જમ્મુ ખાતે આવેલા મહેન્દ્ર કોતવાલ ગન શોપમાંથી હથિયારો ખરીદ્યા હતા. જે ગેરકાયદે હથિયાર ખરીદી આરોપી પ્રતીક ગુજરાતમાં લાવતો હતો. મહત્વનું છે હથિયારના લાઇસન્સ સાથે હથિયાર ખરીદવા માટે જે તે લાયસન્સ ધારકે હાજર હોવું જોઈએ. ગન શોપ માલિક અને મેનેજર રજિસ્ટરમાં અલગ અલગ આર્મી જવાનોની ખોટી સાઈન અને એન્ટ્રી કરી હથિયારો ગેરકાયદે વેંચતા હતા. સોલા પોલીસે જમ્મુ કશ્મીરમાં સર્ચ કરીને અલગ અલગ રજિસ્ટ્રાર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.

હથિયાર વેચવાનું નેટવર્ક શરૂ: ગેરકાયદેસર હથિયાર કારોબારનો મુખ્ય સૂત્રધાર પ્રતીક ચૌધરી જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. તેની આસામમાં પોસ્ટિંગ થઈ ત્યારે તે જતીન પટેલના સંપર્કમાં આવ્યો હતો. બન્ને આરોપી આસામ રાઇફલ યુનિટમાં ફરજ બજાવતા હતા. આરોપી જતીન નિવૃત થયા બાદ સચિવાયેલમાં સિક્યુરિટી હેડ તરીકે ફરજ બજાવે છે. આરોપી નિવૃત થયા બાદ બન્ને આરોપી ગુજરાતમાં હથિયાર વેચવાનું નેટવર્ક શરૂ કર્યું. જેમાં આરોપી જતીન નિવૃત્ત આર્મી જવાનને સંપર્ક કરીને તેમનું લાયસન્સ રીન્યુ કરવાના બહાને હથિયાર અને લાયસન્સ મેળવી લઈને આરોપી પ્રતીક ચૌધરીને આપતો હતો.

આરોપીની વધુ તપાસ શરૂ: જ્યારે પ્રતીક ચૌધરી આ લાયસન્સના આધારે જમ્મુ કાશ્મીરથી રસપાલકુમાર સાથે હથિયાર મેળવી લેતો હતો. જે બાદ ડુપ્લીકેટ લાયસન્સ બનાવી ગુજરાતમાં અલગ અલગ લોકોને વેચતા હતા. આરોપી 20 થી વધુ લોકોને હથિયાર અને લાયસન્સ વેચ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હથિયારના સોદાગરો બાદ હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરી હતી. આરોપી પ્રતીક ચૌધરી તેની પાસેથી હથિયાર ખરીદી તેઓ 2 થી 5 લાખમાં હથિયાર ખરીદીને 15 થી 25 લાખમાં ગુજરાતમાં વેચતા હતા. આ હથિયાર જમ્મુથી બસમાં અમદાવાદ લાવતા હતા. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં લોકોને હથિયાર વેચ્યા હોવાનું ખુલ્યું છે. આ મામલે પકડાયેલા આરોપીની વધુ તપાસ શરૂ કરાઈ છે.

  1. Ahmedabad Crime: SOG એ ગીતામંદિર પાસેથી 2 કરોડથી વધુની કિંમતના 2 કિલો MD ડ્રગ્સ સાથે યુવકને ઝડપી લીધો
  2. Surat Crime: કામરેજ તાલુકામાં મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા બે ઇસમને પોલીસે દબોચી લીધા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.