અમદાવાદ : PCBએ દુધેશ્વરમાં ઝડપેલા ઇન્ટરનેશનલ સટ્ટા કેસ મામલે આરોપીઓ સામે રાજ્યમાં ઈતિહાસમાં પ્રથમ વખત આઈટીની એક્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઇન્કમટેક્સ એકટની કલમ 75નો આ કેસમાં ઉમેરો કરવામાં આવ્યો છે. જે બાદ આ કેસમાં હવે અમદાવાદ પોલીસ દ્વારા ગુનામાં સામેલ અને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપીઓ સામે LOC લૂક આઉટ સર્ક્યુલર જાહેર કરાયું છે. ત્યારે 6 આરોપીઓ સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં મહાદેવ, અમિત મજેઠીયા, માનુષ શાહ, અન્ના રેડ્ડી અને વિવેક જૈન સામે LOC જાહેર કરાઈ છે. તમામ આરોપીઓ દુબઈમાં બેસીને સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા.
બે હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન : આ મામલે ઝડપાયેલા આરોપીઓના 6 એપ્રિલ 2023 સુધીના રિમાન્ડ મેળવી અન્ય રાજ્યમાં અને અન્ય દેશમાં છુપાયેલા આરોપીઓને પકડવા કવાયત તેજ કરાઈ છે. પ્રાથમિક તબક્કે ઝડપાયેલું બે હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન 10 હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. આ મામલે પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.
તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ : મહત્વનું છે કે સટ્ટાના પૈસાનો વ્યવહારના તાર દુબઈ સુધી હોવાથી ED, હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતની કેન્દ્રીય એજન્સીઓ હવે આ તપાસમાં જોડાશે. આ કેસમાં બુકી રાકેશ રાજદેવ સુધી કનેક્શન છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. આ સમગ્ર તપાસ બાબતનું સુપરવિઝન શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવશે.
બેન્ક એકાઉન્ટની માહિતીઓ : ફોરેન્સિક એક્સપર્ટ, CA અને બેન્ક એક્સપર્ટની તપાસ માટે મદદ લેવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્કેમ મહાદેવ એજન્સીના MPના સૌરભ ચંદ્રનાગર થકી ચાલતું હતું. ઇન્ટરનેશનલ સટ્ટા ટ્રાન્ઝેક્શન કૌભાંડ ફ્રેન્ચાઇઝ બેઝ ચલાવાતું હોવાનું ખુલ્યું છે. જેથી હવે પોલીસ દ્વારા જે બેંકના ખાતાઓ મળી આવ્યા છે. તે બેન્કના નોડલ અધિકારીને બોલાવી બેન્ક એકાઉન્ટની માહિતીઓ મેળવવામાં આવશે.
50થી 60 લોકોની એનાલિસિસ : સમગ્ર નેટવર્ક ચલાવનાર મુખ્ય સંચાલક મહાદેવ પાસે 50થી 60 લોકોની એનાલિસિસ ટીમ હતી. જે ટીમ દુબઈ બેઝ હોવાનું સામે આવ્યું છે. મહાદેવ એક ફ્રેન્ચાઇઝી નોન રીફંડેબલ પાંચ કરોડ રૂપિયામાં વેચતો હતો. આ મામલે તમામ આરોપીઓની સીટીઝન શીપ બાબતે તપાસ કરવામાં આવશે. ખાસ તો અમુક એકાઉન્ટ ડમીની સાથે ભાડે આપ્યા હોવાની દિશામાં તપાસ કરવામાં આવશે.
SIT બનાવવામાં આવી : ઇન્ટરનેશનલ મની ટ્રાન્જેક્શન કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. જેમાં EOWના DCP ભારતી પંડ્યાના અધ્યક્ષસ્થાને બે PI જેમાં PCB PI તરલ ભટ્ટ ઇન્વેસ્ટિગેશન ઓફિસર અને માધવપુરા PI આઈ.એન ઘાસુરા એક PSI, એક CA અને એક લીગલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. આ ગુનામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓએ દુબઇમાં ટેક્નિકલ ટ્રેનિંગ મેળવી હતી. છેલ્લા વર્ષોમાં અસંખ્ય અને અકલ્પનીય ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે માત્ર બે વર્ષમાં 10 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન છે. સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ માત્ર દેખાડો હોય અને તેની આડમાં કરોડોના ટ્રાન્ઝેકશન કરવાનું આ કૌભાંડ હોવાની આશંકા છે.
IPL ક્રિકેટ મેચ : ઇન્ટલેક્ચ્યુઅલ સર્વિસના નામે વિદેશી કંપનીઓની આડમાં કરોડોનો વ્યવહાર કરવામાં આવતો હોય જેથી તપાસ એજન્સીએ બેન્કના જવાબદાર અધિકારીઓને તપાસમાં મદદ માટે બોલાવ્યા છે. IPL ક્રિકેટ મેચ પહેલા જ ઇન્ટરનેશનલ સટ્ટા રેકેટના નાણાકીય વ્યવહારો કરતી ગેંગ ઝડપાઈ હતી, અમદાવાદની PCB ટીમે દુધેશ્વરમાં સુમેલ બિઝનેસ પાર્ક-6 માં જે બ્લોકમાં 128 નંબરની ઓફિસમાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામે સમગ્ર ગેરરીતિ ઝડપી પાડી હતી.
16 લોકોને વોન્ટેડ જાહેર : આ મામલે ઓફિસમાંથી પોલીસે જીતેન્દ્ર હીરાગર, સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે રાજસ્થાનના ડેવિડ સહિત નિકુંજ અગ્રવાલ, કૃણાલ, મેસી, ગરૂડા, રિશી સુગર, સૌરભ. ચંદ્રાકાર ઉર્ફે મહાદેવ, અમિત મજેઠીયા, માનુષ શાહ, અન્ના રેડી, કમલ, કાર્તિક, જીતેન્દ્ર ઠક્કર, વિવેક જૈન, નિલેશ તેમજ અન્ય આઈડી ધરાવનાર સહિત કુલ 16 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.
1800 કરોડનું ટ્રાન્જેક્શન : આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ દ્વારા 500 અલગ અલગ એકાઉન્ટમાંથી 1800 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. PCB એ દરોડા પાડી 50 હજાર રોકડ, 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, જુદી જુદી બેંકના 14 POS મશીન, એક રાઉટર 193 સીમકાર્ડ, 7 પાનકાર્ડ, જુદી જુદી કંપનીઓના નામના 83 સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad Crime : માધવપુરામાં ઇન્ટરનેશનલ સટ્ટા કૌભાંડ તપાસ માટે એસઆઈટીની રચના, દુબઇ બેઝ ટીમ કરતી હતી વેપલો
1400 કરોડના ક્રિકેટ સટ્ટા : પકડાયેલા આરોપીઓ દ્વારા મહાદેવ બુક (કિંગ ઓફ ઓનલાઈન વર્લ્ડ), રેડ્ડી બુક ટ્રસ્ટેડ ઓનલાઇન ક્રિકેટ આઈડી પ્રોવાઇડર, ડાયમંડ એક્સ નામે વ્યવહાર કરતા હતા. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રાકેશ રાજદેવ એટલે કે આર.આર સહિતની ટોળકીઓ સામે 1400 કરોડના ક્રિકેટ સટ્ટાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તેમાં એક પણ આરોપી હાથ ન લાગ્યો હોય અને તે પહેલા જ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની હસ્તક આવતી PCB ટીમે 1800 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો કરતા આરોપીઓને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો : ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો
ચાર આરોપીઓ સામે જુગારધારાની કલમ : આ સમગ્ર મામલે પકડાયેલા ચારે આરોપીઓ સામે માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાની કલમ 4, 5 તેમજ IPCની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી), 34 તેમજ આઇટી એક્ટ કલમ 66 (સી) (ડી) અને સિક્યુરિટી કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956ની કમલ 23 ઈ, 23 એએફ, 23 જી, 22 એચ મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો છે. આ સમગ્ર બાબતને લઈને માધવપુરા પોલીસે આરોપીના 6 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે