અમદાવાદ: શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ નેસ્ટ પબ્લિક સ્કૂલ અને રાણીપ વિસ્તારની ન્યુ ડીપી કેમ્પસના સંયુક્ત ભાગરૂપે ડિસ્કવર કાર્નિવલ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં સ્કૂલના બે હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 75 થી વધુ 3D પ્રોજેક્ટ તૈયાર થયા છે.
આ કાર્નિવલમાં સ્કૂલના 2000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 75 થી વધુ 3D પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને 500થી વધુ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ તમામ પ્રોજેક્ટ્સ 3D છે. જે અત્યારના સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં અનેક ફેરફાર થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ્સમાં તમામ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. જેવા કે, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, મેડિકલ જેવા 7 સબ્જેક્ટ પર વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શન આપીને તૈયાર કરવામાં આવ્યા છે.