ETV Bharat / state

Rath Yatra 2023: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને DGPની બેઠક, રથયાત્રા રૂટમાં વિસ્તાર પ્રમાણે અધિકારીઓની કરાઈ નિમણુંક - ભગવાન જગન્નાથની 146 રથયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. જેના સંદર્ભમાં આજ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય અધ્યક્ષતા એકતા સમિતિની બેઠક મળી હતી. જેમાં રથયાત્રાની સુરક્ષાને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ હતી.

SRP જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ
SRP જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ
author img

By

Published : Jun 9, 2023, 10:18 PM IST

રથયાત્રાને લઈને DGPએ કરી બેઠક

અમદાવાદ: દેશની બીજા નંબરે સૌથી મોટી અને ઐતિહાસિક ભગવાન જગન્નાથની 146 રથયાત્રાને હવે ગણતરી દિવસો બાકી છે. ત્યારે તમામ લોકો પોતાનાથી થાય તેટલી મદદ કરવામાં ફાળો આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાંથી નીકળતી રથયાત્રા અંદાજિત 22 કિમી જેટલા રૂટ પર પસાર થાય છે. જેના સંદર્ભ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અલગ અલગ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી રહી છે. જેના સંદર્ભે આજ જગન્નાથ મંદિર ખાતે ગુજરાતના વિવિધ વિભાગના પોલીસના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ ભગવાન જગન્નાથ 146મી રથયાત્રા વ્યવસ્થા મેળવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદમાં 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થાય છે તે વિસ્તારના આગેવાનો સાથે એક મીટીંગ કરવામાં આવી હતી. જેમાં રથયાત્રા અંગે વાત અને ચર્ચા કરવામાં આવી હતી. રથયાત્રા કોમીએકતાનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. દરેક સમાજના લોકો ભારે ઉત્સાહમાં છે. - વિકાસ સહાય, DGP, ગુજરાત

SRP જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ: વધુમાં જણાવ્યું આ રથયાત્રામાં પોલીસ કમિશ્નર અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ સુંદર મહેનત કરવામાં આવી રહી છે. રથયાત્રા લગતી તમામ બાબતો ધ્યાનમાં રાખી સુરક્ષા રાખવામાં આવી છે. બોમ્બસ્કોડ, ટેકનોલોજીનો મહત્વનો ઉપયોગ કરવામાં આવશે. SRP જવાનો દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. બહારથી IG કક્ષાના અધિકારીની માગણી કરવામાં આવી છે. સમગ્ર રૂટમાં અલગ અલગ વિસ્તારોમાં વહેંચણી કરી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. જેથી તે અધિકારી તે એરિયા પર ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત સેન્ટ્રલ ફોર્સ દ્વારા 30 ટીમ માંગવામાં આવી છે. તે પણ આ રથયાત્રામાં સેવામાં રહેશે.

ટ્રક એસોશિયએન પોતાની શું માગ મૂકી: બેઠકમાં ટ્રક એસોશિયએન દ્વારા DGP તરફ માગ મૂકી હતી કે તંબુ પોલીસ ચોકી આગળથી શણગારેલી ટ્રક ફૂલ કે અન્ય ચીજ વસ્તુ નુકશાન થાય છે. તેનું ધ્યાન રાખવામાં આવે અને અમુક ટ્રકમાં પોલીસનો બંદોબસ્ત વધારે જ્યારે અમુક ટ્રક ઓછો બંદોબસ્ત જોવા મળે છે. તો આ બંદોબસ્ત પણ યોગ્ય રીતે ગોઠવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

Rath Yatra 2023: અમદાવાદમાં 146મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ ચાલુ, અખાત્રીજના દિવસે નવનિર્મિત રથની પૂજા

Rath Yatra 2023 : રથયાત્રામાં ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારો પર નજર રાખવા બનાવી ખાસ એપ્લિકેશન, જાણો કઈ રીતે થશે ભક્તોની સુરક્ષા

Rath Yatra 2023 : રથયાત્રા પોલીસ માટે મોટો પડકાર, કમિશનર કચેરીએ બેઠકમાં અનેક મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.