દિપક નાઈટ્રાઈટ દેશની સૌથી ઝડપથી વિકસતી રસાયણ કંપનીઓમાં ગણના થાય છે. તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની દિપક ફિનોલિક્સ દ્વારા ફિનોલ અને એસિટોનના ક્ષેત્રે વર્ષ 2019ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રૂ.927 કરોડના યોગદાનથી એકંદરે રૂ.2715 કરોડનું ટર્નઓવર મેળવ્યું છે.
ભારત સરકારના મેક ઈન ઈન્ડિયા પ્રયાસને અનુસરીને પ્રોજેક્ટ હાથ ધરાયો હતો અને વાર્ષિક 200,000 મેટ્રિક ટન ફિનોલ અને વાર્ષિક 1,20,000 મેટ્રિક ટન એસિટોનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. રૂ.1400 કરોડના મૂડીરોકાણમાં છેલ્લા 3 માસમાં રૂ.1000 કરોડનું ટર્નઓવર મેળવ્યું છે.
દિપક નાઈટ્રાઈટ એન્ડ ફિનોલિક્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર દિપક મહેતાએ જણાવ્યું હતું કે, અમારા ફિનોલ અને એસિટોન તથા આકાર લઇ રહેલા પ્રોજેક્ટ દેશને રસાયણ ક્ષેત્રે સુરક્ષા પુરી પાડવાના તથા આયાત અવેજીકરણ તરફના પગલાં છે. ગુજરાત રાજ્યમાં દહેજમાં આવેલ આ પ્રોજેક્ટથી ભારતની બે તૃતીયાંશ જેટલી જરૂરિયાત પૂર્ણ થાય છે.