ETV Bharat / state

મુખ્યપ્રધાન લોકાર્પિત કરવાના છે તે બ્રિજને લઇને સામસામે બે જૂથ, શું છે મામલો જાણો

અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનાવેલ રેલવે ઓવર બ્રિજનું (Naroda Over Railway Bridge) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. નરોડા રેલવે ઓવર બ્રિજનું નામકરણ લઈને છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. બુધવારે લોકાર્પણ કાર્યક્રમમાં કોઈ અણબનાવ બને તે માટે પોલીસ અત્યારથી તહેનાત કરી દેવામાં આવી છે.

નરોડા ઓવર બ્રિજ નામકરણ વિવાદ વચ્ચે મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે

author img

By

Published : Jun 7, 2022, 7:59 PM IST

અમદાવાદઃ શહેરના કોર્પોરેશન દ્વારા બનાવેલ રેલવે ઓવર બ્રિજનું આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ (Chief Minister Bhupendra Patel)કરવામાં આવશે. પરંતુ બ્રિજના(Naroda railway over bridge)નામકરણને લઈને ચાલતો વિવાદ હજુ પણ યથાવત છે. નરોડા રેલવે ઓવર બ્રિજના નામકરણને લઈને છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. નરોડા ધારાસભ્ય બલરામ થાવાણી નરોડા હોસ્પિટલ મુલાકાતે આવતા દલિત સમાજની બહેનો દ્વારા આ મુદ્દે ઘેરાવ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Bridge Collapses in Ahmedabad: અમદાવાદમાં બોપલથી શાંતીપુરા જતો બ્રિજ થયો ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

ઓવરબ્રિજનું નામ સંત રોહિતદાસ રાખવા અપીલ - નરોડા રેલવે ઓવરબ્રિજનું નામ સિંધી સમાજ સતગુરુ ટેઉરામજી મહારાજ નામ રાખવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે દલિત સમાજ દ્વારા સંત રોહિત દાસ રાખવાની માંગ કરવામાં આવી(Rohitdas Over bridge) રહી છે. જેના પગલે નરોડાના ધારાસભ્ય હોસ્પિટલમાં આવ્યાં ત્યારે મહિલાઓએ તેમનો ઘેરાવ કર્યો હતો. જેમાંથી 20 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદીઓને વાહન ચલાવવામાં હવે નહીં પડે મુશ્કેલી, ટૂંક સમયમાં નવો બ્રિજ થશે શરૂ

રોહિતદાસ ઓવરબ્રિજ નામનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું - છેલ્લા કેટલાક સમયથી દલિત સમાજ દ્વારા આ રેલવે ઓવરબ્રિજ નામ રોહિતદાસ રાખવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સિંધી સમાજ દ્વારા પણ પોતાના સંત ગુરુ નામ રાખવાની માંગ કરતા વિવાદ વકર્યો હતો. વધુમાં આ બ્રિજનું ટેઉરામજી મહારાજ આપતા જ દલિત સમાજ દ્વારા જાતે તકતી લગાવી દેવામાં આવી હતી. પરંતુ સત્તાવાર રીતે લોકાર્પણ બાદ નામ જાહેર કરવામાં આવશે. દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત છે. આ બ્રિજનું લોકાર્પણ આવતીકાલે 8 જૂને મુખ્યપ્રધાન હસ્તે થઈ રહ્યું છે. કોઈપણ અણબનાવ બને તે માટે પોલીસ અત્યારથી તહેનાત કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.