ડાંગ : જિલ્લાના આહવા તાલુકાના હનવતચૌંડ અને સુન્દા ગામમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના કારણે કલેકટરે જાહેરનામું બહાર પાડી લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુક્યો છે.તેમજ બન્ને હનવતચૌંડ અને સુન્દા ગામની હદમાં કન્ટેન્ટમેન્ટ અને બફરઝોન જાહેર કરવામાં આવ્યા છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:57_gj-dang-06-jahernamu-vis-gj10029_05062020195306_0506f_1591366986_814.jpeg)
વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર સરકારના આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ આરોગ્ય ટીમ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ કરશે. તેમજ હોમ ટુ હોમ સર્વેલન્સ અને સેમ્પલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને વિસ્તારને આવરી લેતા તમામ રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ગામની અંદર જીવનજરૂયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે સમય નકકી કરવામાં આવ્યો છે. તેમજ ગામને સેનિટાઇઝ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.