ચાલુ મહિનાની શરૂઆતમાં કોલેજીયમ દ્વારા જે ભલામણ કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પટેલની નિમણૂંક કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન જૂન મહિનામાં રિટાયર થઈ જતા હોવાથી કોલેજીયમ દ્વારા પટેલના નામની ભલામણ કરવામાં આવી હતી.
ડી.એન. પટેલને વર્ષ 2004માં ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2006માં તેઓ કાયમી જજ થયા હતા. વર્ષ 2009માં તેમની ટ્રાન્સફર ઝારખંડ કરી દેવામાં આવી હતી. વર્ષ 2018ના સમયગાળામાં ચાર વાર ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.