કચ્છઃ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતના કચ્છના દરિયાકાંઠે જખૌ પોર્ટ પાસે બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થવાની શરૂઆત થઈ ગઇ છે. આ લેન્ડફોલ થવાની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. વાવાઝોડાની ગતિમાં ઘટાડો થયો છે. માંડવી અને કરાંચીની વચ્ચે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આગામી છ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અતિ ભારે છે અને ભારે પવન સાથે અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
-
#WATCH | #CycloneBiparjoy | "...It will hit the coast between Karachi and Mandvi and close to Jakhau port of Gujarat. This is now located about 70 kilometres away from Jakhau port in the Arabian Sea. It is moving at a speed of about 15 kmph...Hence, the landfall process has… pic.twitter.com/QlG1CxJgVY
— ANI (@ANI) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | #CycloneBiparjoy | "...It will hit the coast between Karachi and Mandvi and close to Jakhau port of Gujarat. This is now located about 70 kilometres away from Jakhau port in the Arabian Sea. It is moving at a speed of about 15 kmph...Hence, the landfall process has… pic.twitter.com/QlG1CxJgVY
— ANI (@ANI) June 15, 2023#WATCH | #CycloneBiparjoy | "...It will hit the coast between Karachi and Mandvi and close to Jakhau port of Gujarat. This is now located about 70 kilometres away from Jakhau port in the Arabian Sea. It is moving at a speed of about 15 kmph...Hence, the landfall process has… pic.twitter.com/QlG1CxJgVY
— ANI (@ANI) June 15, 2023
જખૌથી વાવાઝોડાની આંખનો પ્રવેશ : રાજ્યના કચ્છ જિલ્લાના દરિયાકિનારે આવેલ જખૌ પોર્ટ પર બિપરજોય નામનું વાવાઝોડું ટકરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બિપરજોય વાવાઝોડું ટકરાતાં તેની વિનાશક અસરો શરૂ ગઈ છે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે તો ક્યાંક વીજપોલ પડી જતાં ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ ખાતે એક કલાક સુધી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને લેન્ડફોલની પ્રક્રિયા વિશે માહિતી પણ મેળવી હતી. મોડીરાતે 11.30 વાગ્યે મળતાં સમાચાર મુજબ વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ લેન્ડફોલ થઈ ગયું છે, અને તે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ લાવશે.
કાલ સાંજ સુધીમાં પવનની ગતિ નોર્મલ થશે : હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે જખૌ પોર્ટથી 50 કી.મી. દૂર મુખ્ય લેન્ડ ફોલ થયો છે. હવાની ગતિ 115-125 કી.મી. રહેવાની સંભાવના છે. લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ પ્રક્રિયા અડધી રાત સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ વાવાઝોડું સિવિયર સાયકલોન ફ્રોમમાં પરિવર્તિત થશે અને આ ઘટનાથી કચ્છમાં અને આજુબાજુના જિલ્લાઓમાં ભારે થઈ ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે અને લેન્ડફોલ થયા બાદ ધીમે ધીમે વાવાઝોડાની ઇન્ટેન્સિટીમાં ઘટાડો થશે. કાલ સાંજ સુધીમાં પવનની ગતિ નોર્મલ થશે.
-
#WATCH | Gujarat CM Bhupendra Patel holds a review meeting at the State Emergency Operation Center in Gandhinagar on #CycloneBiparjoy
— ANI (@ANI) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/SQ1Fik1SHB
">#WATCH | Gujarat CM Bhupendra Patel holds a review meeting at the State Emergency Operation Center in Gandhinagar on #CycloneBiparjoy
— ANI (@ANI) June 15, 2023
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/SQ1Fik1SHB#WATCH | Gujarat CM Bhupendra Patel holds a review meeting at the State Emergency Operation Center in Gandhinagar on #CycloneBiparjoy
— ANI (@ANI) June 15, 2023
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/SQ1Fik1SHB
દરિયામાં 25 થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં : ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં તાલુકામાં બિપરજોય વાવાઝોડાની ભયાનક અસર જોવા મળી રહી છે. બિપરજોય વાવાઝોડું વધુ આક્રમક બનતા દરિયામાં 25 થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. જેની અસર આગામી ત્રણથી પાંચ કલાક સુધી જોવા મળશે. દરિયાકાંઠે હાલ તોફાની પવન અને વરસાદ વરસી રહ્યો છે. જખૌમાં વાવાઝોડુ લેન્ડફોલ થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઓખામાં વાવાઝોડાની તબાહી શરૂ ગઈ છે.
માર્ગો બંધ : બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને લઈ શરૂ થયેલા ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો જૂના અડીખમ ઉભેલા અનેક વૃક્ષો આજે ભારે પવનના કારણે ધરાશાયી થઈ ગયા છે. ડીસામાં ભણસાલી હોસ્પિટલ આગળ વૃક્ષો ધરાશાયી થતા દીપક હોટલથી બગીચા સુધીનો માર્ગ બંધ થઈ ગયો હતો. ઘટનાને પગલે નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જેસીબી મશીન દ્વારા વૃક્ષો હટાવી ટ્રાફિક ખુલ્લો શરૂ કરાવ્યો હતો.
-
#WATCH | Gujarat | Heavy rainfall, accompanied by strong winds, continues in Morbi as an impact of #CycloneBiparjoy.
— ANI (@ANI) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/xzIFwCxP1U
">#WATCH | Gujarat | Heavy rainfall, accompanied by strong winds, continues in Morbi as an impact of #CycloneBiparjoy.
— ANI (@ANI) June 15, 2023
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/xzIFwCxP1U#WATCH | Gujarat | Heavy rainfall, accompanied by strong winds, continues in Morbi as an impact of #CycloneBiparjoy.
— ANI (@ANI) June 15, 2023
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/xzIFwCxP1U
હળવા વરસાદી ઝાપટા પડ્યા : બિપરજોય વાવાઝોડાની અસર પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વર્તાઈ રહી છે. દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં ભારેથી હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા તો સરહદી વિસ્તાર એવા સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાવાઝોડાને કારણે ભારે પવનનો સાથે ફુંકાતા મકાનોના છાપરા અને પતરા ઉડતા મકાનમાલિકોને આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો છે.
શાળા કોલેજો રહેશે બંધ : બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આવતીકાલે 16 જૂને પણ શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ગત તારીખ 14 અને 15 એમ બે દિવસ રાજકોટ જિલ્લાની તમામ શાળા કોલેજોને બંધ રાખવાની જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે બીપોર જોયને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે એટલે કે 16 તારીખે પણ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા શાળા કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
-
#WATCH | "...We're expecting winds of approximately 130 km per hour, with heavy rainfall in the northern Gujarat area...naval stations in the Gujarat area..., are ready with over 25 specialist teams. These teams comprise diverse medical specialists, good swimmers along with… pic.twitter.com/ZEHCx9yWN0
— ANI (@ANI) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "...We're expecting winds of approximately 130 km per hour, with heavy rainfall in the northern Gujarat area...naval stations in the Gujarat area..., are ready with over 25 specialist teams. These teams comprise diverse medical specialists, good swimmers along with… pic.twitter.com/ZEHCx9yWN0
— ANI (@ANI) June 15, 2023#WATCH | "...We're expecting winds of approximately 130 km per hour, with heavy rainfall in the northern Gujarat area...naval stations in the Gujarat area..., are ready with over 25 specialist teams. These teams comprise diverse medical specialists, good swimmers along with… pic.twitter.com/ZEHCx9yWN0
— ANI (@ANI) June 15, 2023
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ગંભીર અસર : બિપરજોય વાવાઝોડું સાંજના શુમાર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ગુજરાતની ધરતી પર ત્રાટક્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ગંભીર અસર થઇ રહી છે. બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ પહેલાંથી જ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં દરિયા કિનારાના પર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. એવામાં કેટલીક જગ્યાએ વીજ પોલ પડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજકોટમાં પણ ભારે પવન સાથે શહેરનાઆંબેડકર નગરમાં વીજ પોલ ધરાશાઈ થયો હતો. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી પરંતુ વીજપોલ ધરાશાઇ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.
કચ્છમાં આવી શકે છે મોટું નુકસાન : કચ્છમા પ્રાથમીક રીતે નુકશાનીનો આંકડો આવ્યો સામે આવી રહ્યો છે. કચ્છમા વાવાઝોડા પહેલાની અસરમા મોટું નુકશાન જોવા મળી રહ્યું છે. કચ્છમા અત્યાર સુધીમાં 7 પશુઓના મોત થઇ ચુક્યા છે. ભુજમા 2 પશુંઓના મૃત્યુ વિજશોક લાગવાથી થયા છે. ગાંધીધામમા કરંટ લાગાવાથી બે પશુઓના મોત થયા છે. કચ્છના દરિયાઇ વિસ્તાર નજીક 118 વૃક્ષ ધરાશાઇ થઇ ગયા છે. કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા વિસ્તાર સહિત કુલ 157 વિજપોલ ધરાશાઇ થઇ ગયા છે. કચ્છમા વાવાઝોડા બાદ બંધ થયેલ બે રસ્તાઓ ફરી પુર્વવત કરાયા છે. નખત્રાણા-ભુજ અને નલિયા-ભુજ વચ્ચે ઝાડ પડતા રસ્તો બંઘ થઇ ગયો છે.
જખૌથી 50 કિમી દુર : બિપરજોય ચક્રવાત જાખૌથી 50 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી 110 કિ.મી અને નલિયાથી 70 કિ.મી દુર છે. કેન્દ્રની નજીક તીવ્રતા પ્રમાણે જોઈએ તો પ્રતિ કલાક 115 થી 125 કિમીની રેન્જ જોવા મળી રહી છે. વર્તમાન પવનની ગતિ જોવામાં આવે તો આ પ્રમાણે છે. નલિયા 58 કિમી પ્રતિ કલાક, ભુજ 33 કિમી પ્રતિ કલાક, કંડલા 26 કિમી પ્રતિ કલાક, ઓખા 43 કિમી પ્રતિ કલાક, દ્વારકા 41 કિમી પ્રતિ કલાક, પોરબંદર 37 કિમી પ્રતિ કલાક, વેરાવળ 43 કિમી પ્રતિ કલાક અને દીવ 41 kmph છે.
સવારે 8.30 વાગ્યાથી અત્યાર સુધીનો વરસાદ : દ્વારકામાં 29 મી.મી, ઓખામાં 20 મી.મી, નલિયામાં 33 મીમી, ભુજમાં 65 મીમી, પોરબંદરમાં 28 મી.મી અને કંડલામાં 30 મી.મી વરસાદ નોંધાયો છે. બિપરજોય વાવાઝોડુ છેલ્લા 6 કલાકથી 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.
ભાવનગરમાં 2 લોકોના થયા મોત : ભાવનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જિલ્લામાં અનેક જગ્યાઓ પર હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે સિહોર પંથકમાં બે લોકો તણાઇ જવાના કારણે તેમના મોત નિપજ્યા છે. તેમજ 20થી વધું બકરાઓના પણ મોત નિપજ્યા છે. સોડવદરા અને ભંડાર ગામ વચ્ચેના નાળામાં આ પ્રકારનો બનાવ જોવા મળ્યો છે. બકરાને બચાવવા જતા બે લોકોના મોત નિપજ્યા છે.
કચ્છ બન્યું સંપર્ક વિહોણું : જખૌમાં વાવાઝોડુ લેન્ડફોલ થતાં વીજ પુરવઠો સંપુર્ણ પણે ખોરવાઇ ચુક્યો છે. ઓખામાં વાવાઝોડાની તબાહી શરૂ થઇ ગઇ છે. વીજ પુરવઠો પણ ખોરવાયો ચુક્યો છે. અનેક વિસ્તારમાં વૃક્ષો પડી ગયા છે તેમજ કાચા મકાનો પણ ધરાશાયી થયા છે. મકાનો અને દુકાન પરના છાપરા પણ ભારે પવનના કારણએ હવામાં ઉડવા લાગ્યા હતા.
અમરેલીમાં લોકો થયા ઇજાગ્રસ્ત : અમરેલીમાં 100 મકાનોના છાપરા ભારે પવનના કારણે ઊડવા લાગ્યા છે. વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. મોરંગી ગામમાં 100 મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે. મકાનોના નળિયા અને છાપરા માથે પડતા અનેક લોકોને ઈજાઓ પહોંચી છે.
લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરુ : ગુજરાતના અનેક દરિયાકાંઠાના શહેરોમાં દરિયાની ખરબચડી સ્થિતિ જોવા મળી રહી છે. ચક્રવાત 'બિપરજોય'ના કારણે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ ચક્રવાત 'બિપરજોય'થી કેટલું નુકસાન થઈ શકે છે તેની માહિતી આપી છે.
ગતિમાં થયો ઘટાડો : વાવાઝોડા બિપરજોયની ગતિ ઘટી ગઈ છે. ગુરૂવારે સવારે 11.00 કલાકે 6 કિમીની ગતિ સાથે આગળ વધી રહ્યું હતું. દ્વારકાથી 210 અને નલિયા પણ 210 કિમી દૂર દરિયાઈ વિસ્તારમાં કેન્દ્રીય થયું હતું. જ્યારે જખૌથી માત્ર 180 કિમી દૂર જોવા મળ્યું હતું. જે ગુરૂવારે સાંજ સુધીમાં માંડવી અને કરાંચીના દરિયાઈ વિસ્તારમાં ટકરાઈ શકે છે. જેના કારણે હવામાનમાં પલટો આવે એવી પૂરી શક્યતા છે. જેના ભાગરૂપે જખૌથી લઈને ભાવનગર પંથક સુધીના દરિયા કિનારે ભારેથી અતિભારે વરસાદ પજી શકે છે. વાવાઝોડાની અસરને કારણે દરિયામાં એક પ્રકારનો કરંટ જોવા મળ્યો હતો.
રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ શરુ : કચ્છ અને દ્વારકામાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. હાલમાં વાવાઝોડું 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જામનગરમાં પણ સ્પીડથી પવન ફૂંકાવાના શરૂ થઇ ગયા છે. અમદાવાદ-ગાંધીનગરમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ પછી પવન અને હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. તંત્ર સમગ્ર મામલાને લઇને એલર્ટ થઇ ગયું છે. અમરેલી જિલ્લાની એસટી બસોની સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જિલ્લાની તમામ એસટી બસોના રૂટ હાલમાં સ્થગિત કરી દેવામાં આવ્યા છે. બિપરજોઈ વાવજોડાની લઈને એસટી બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યા સુધી વાવાજોડાનું સંકટ નહિ ટળે ત્યાં સુધી એસટી સેવાઓ બંધ રાખવામાં આવશે. વડોદરામાં બિપરજોય વાવાઝોડાને લઈ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલમાં સામાન્ય સ્થિતિમાં પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરમાં બે જગ્યા પર ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. પવન સાથે સામાન્ય વરસાદ પણ શરુ થઇ ગયો છે.
જખૌથી ગ્રાઉન્ડ રીપોર્ટઃ હવામાન વિભાગના એક રીપોર્ટ અનુસાર ગુરૂવારે સાંજના સમયે બિપરજોય કચ્છના માંડવી અને કરાંચીના પોર્ટ વચ્ચે અથડાઈ શકે છે. ગુરૂવારે તે ઉત્તર પશ્ચિમ બાજું આગળ વધી રહ્યું હતું. જખૌ પોર્ટથી તે 180 કિમી દૂર જોવા મળ્યુ હતું. હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલના મૃત્યુંજય મોહપાત્રાના જણાવ્યા અનુસાર જ્યારે બિપરજોય માંડવી વચ્ચેથી પસાર થશે એ સમયે પવનની ગતિ 135 કિમી સુધીની હોઈ શકે છે. બિપોરજાય વાવાઝોડાની અસર કચ્છમાં જોવા મળી હતી. મુન્દ્રાના ટુંડા ગામ નજીક ભારે પવનને કારણે પતરા ઉડ્યા હતા. લેબર કોલોની અને આજુબાજુ આવેલ મજુરોની વસાહતમાં પતરા ઉડ્યા હતા. સંભવિત વાવાઝોડાની અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાયો છે. પીઆઈ ડી.એસ. ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. સમુદ્રની જળ સપાટીમાં વધારો થયો છે. જેના કારણે કામદારોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.
સોમનાથથી ગ્રાઉન્ડ રીપોર્ટઃ સોમનાથમાં ભારે પવનને કારણે ટેન્ટ, સાઈનેજીસ, હોર્ડિંગ ઊતારી લેવામાં આવ્યા છે. સમુદ્ર કાઠે એવાલો વૉક-વે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ બંધ કરી દેવાયો છે. સોમનાથ મંદિર પર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાને લીઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં કોઈ દર્શનાર્થીઓને પરેશાન ન થાય એ માટે આર્ટિફિશિયલ ગ્રાસ લગાવાશે. સોમનાથ નજીક આવેલા ભીડીયા વિસ્તારના માછીમાર સમાજના લોકોએ દરિયાદેવની પૂજા કરીને વાવાઝોડુ નુકસાન વગર પસાર થશે તેવી પ્રાર્થના કરી હતી.
દ્વારકાથી ગ્રાઉન્ડ રીપોર્ટઃ દ્વારકામાં આવેલા ભડકેશ્વર મંદિરે સુનામી જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આસપાસના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભડકેશ્વર આસપાસના બીચ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. શિવલીંગ સુધી સમુદ્રી મોજા ઊછળતા જોવા મળ્યા હતા. દ્વારકાધીશ જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બિપરજોઈ વાવાઝોડાના પગલે મંદિર બંધ રખાયું છે. ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે, સતત 3 દિવસથી મંદિર પર ધ્વજા નથી ચડાવાઈ
માંડવીનો ગ્રાઉન્ડ રીપોર્ટઃ બિપરજોય વાવાઝોડું માંડવી અને કરાંચી બીચ પરથી પસાર થઈ શકે છે. ટકરાઈ શકે છે. જેને લઈને તૈયારીઓ કરી લેવાઈ છે. માંડવીના દરિયામાં પણ એક પ્રકારનો કરંટ જોવા મળ્યો હતો. માંડવી બીચ છેલ્લા ચાર દિવસથી ખાલી કરાવાઈ દેવાયો છે. લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. દરિયાઈ બીચ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સાયક્લોનિક સ્ટ્રોમ અંગેની ચેતવણી આપવમાં આવી છે. હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર આ બિપરજોયને કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
જામનગરથી ગ્રાઉન્ડ રીપોર્ટઃ જામનગરમાં બિપરજોઈને નામના વાવાઝોડાની અસર શરૂ થઈ છે. જામનગરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. કાળા ડિબાગ વાદળા છવાયા હતા તેમજ ભારે પવન સાથે સમગ્ર પંથકમાં વરસાદ ચાલુ થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુરૂવારે સાંજ સુધીમાં નાલિયા માંડવી અને કરાંચીમાં બીપર જોય વાવઝોડું લેન્ડફોલ થાય તેવી શકયતા છે. દરિયા કિનારાના 22 જેટલા ગામોમાંથી લોકોનો સ્થળાંતર કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાંથી 8542 લોકોનું સ્થળાંતર થયું છે. તેમજ શહેરની 44 જેટલી સ્કૂલો લોકો માટે ખોલી નાખવામાં આવી છે. જામનગરથી સૈન્યના જવાનોની એક ટીમને દ્વારકા માટે રવાના કરવામાં આવી છે.
ઓખાથી ગ્રાઉન્ડ રીપોર્ટઃ દરિયામાં કરંટ હોવાને કારણે ઓખાથી રવાના થતી બોર્ટને કિનારે પાર્ક કરી દેવામાં આવી છે. ઓખામાંથી કોઈ માછીમારોને ટોકન આપવામાં આવ્યા નથી. દરિયામાં સુનામી જેવા મોજા ઉછળી રહ્યા છે. ઓખા પોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઓખામાંથી અનેક માછીમારો માછીમારી કરવા માટે જાય છે. ઓખા અને મુન્દ્રા સહિત વિવિધ સ્થળોએ અમારા જહાજો તૈયાર છે. અમારી પાસે સમગ્ર ગુજરાતમાં 21 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈયાર છે. ચાર ડોર્નિયર એરક્રાફ્ટ અને એક ALH ગુજરાતમાં સ્થિત છે; ચાર ડોર્નિયર, ચાર ચેતક હેલિકોપ્ટર અને એક ALH દમણ ખાતે સ્ટેન્ડબાય પર છે. અમારી પોલ્યુશન રિસ્પોન્સ ટીમો પણ તૈયાર છે એવું ઇન્સ્પેક્ટર જનરલ એમ.વી. પાઠક, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ અને કોસ્ટલ સિક્યુરિટી), ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.
અરવલ્લીમાં વરસાદઃ હવામાન ખાતાની આગાહીને લઈને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. થોડા સમય માટે વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ હતી. જેથી હાઈવે પર આગળ જતા વાહનો સ્પષ્ટપણે જોવા મળ્યા ન હતા. અરવલ્લીમાં શુક્રવારે અને શનિવારે એમ બે દિવસ વરસાદી માહોલ જોવા મળશે.
વડોદરામાં પ્રધાનની હાજરીઃ બિપરજોય વાવાઝોડા મામલે કેન્દ્રીય પ્રધાન દેવુસીહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. ધારણા હતી તેના કરતાં ગુજરાતને ઓછું નુકશાન થશે તેવી સ્થિતિ છે. કેન્દ્ર અને રાજય સરકારે તમામ વ્યવસ્થા ગોઠવી છે. સંભવિત અસર પામનાર તમામ જિલ્લામાંથી અગમચેતીના ભાગ રૂપે લોકોને સલામત સ્થળે ખાસેડવામાં આવ્યા છે. હેમ રેડિયો,ટેલિકોમ સુવિધા ,ભોજન, પાણી ,આરોગ્ય અને ટોર્ચ ના સેલ સુધી ની વ્યવસ્થા સરકારે કરી છે. પ્રથમ વખત કોઈ પણ ટેલિકોમ સુવિધાનો લાભ નાગરિકો લઈ શકશે તેવી વ્યવસ્થા ગોઠવવા માં આવી. સેવાભાવી સંસ્થાઓ અને રાજ્ય સરકારના અધિકારીઓની મહેનતથી તૈયારીઓ કરવામાં આવી છે.
રાજકોટમાં વરસાદઃ છેલ્લા બે કલાક દરમ્યાન રાજકોટ સહિત પાંચ તાલુકાઓમાં નોંધાયેલો નજીવો વરસાદ પડ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસરરૂપે રાજકોટ જિલ્લાના કુલ છ તાલુકાઓમાં સવારે 10 થી 12 સુધીના બે કલાક દરમ્યાન નજીવો વરસાદ નોંધાયો છે.
મુંબઈમાં જુહું બીચનો રીપોર્ટઃ મુંબઈના જુહુ બિચ પર તોફાનને ધ્યાને લઈને લાઈફગાર્ડને તૈનાત કરાવાયા હતા. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. એક સમયે પ્રવાસીઓથી ભરેલા રહેતા આ બિચ પર કોઈ વ્યક્તિ જોવા મળ્યું નથી. સમગ્ર બિચ પર લોકોને જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા બે દિવસથી મુંબઈના દરિયામાં આ પ્રકારે મોટા મોજા ઉછળી રહ્યા છે.
2 Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ
Cyclone Biparjoy: સેટેલાઈટ ઈમેજ પરથી સમજો બિપરજોયની તીવ્રતા, આજે સાંજ સુધીમાં જખૌ બાજું ટકરાઈ શકે