અમદાવાદ : બિપરજોય વાવાઝોડાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં કુલ 24 જેટલા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમા ફરિયાદ દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. શુક્રવાર સુધી વાવાઝોડા લઈ એએમસી સંચાલિત હોસ્પિટલના ડોકટરોને સ્ટેન્ડ બાય રાખવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સાતેય ઝોનમાં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યાં છે.
40 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા : બિપરજોય વાવાઝોડામાં ભારે પવન ફૂંકાવા લઈ ગુજરાતના દરિયાકિનારના આવેલા જિલ્લા ભારે નુકસાન પહોંચી શકે છે. જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે. જેને અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વાવાઝોડાને લઈને તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સાથે ભયજનક જાહેરાત બોર્ડ ઉતારી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં આ સમયે 40 કિમી ઝડપે ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ શકે છે.
બિપરઝોય વાવાઝોડા લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સતત 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના દ્વારા દરેક ઝોનમાં કુલ 24 જેટલા કંટ્રોલરૂમ જે ફરિયાદ આવી રહી છે. તેનું નિરાકરણ પણ તાત્કાલિક કરવામાં આવી રહ્યું છે...સી. આર.ખરસાણ(ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર)
ભારે વરસાદ વરસવાની શક્યતા : આ ઉપરાંત ચોમાસા દરમિયાન ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરત આવશ્યક માલ સામાન, મેન પાવર તેમજ મશીન રાખવામાં આવેલ છે. બિપરજોય વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં બેથી ત્રણ દિવસ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ માહોલ દરમિયાન શહેરમાં આશરે 40થી 50ની કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને લઈને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓને રજા રદ કરવામાં આવી છે.
જર્જરિત ઇમારતને નોટિસ : શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરવાના નિકાલ માટે એસટીપી ખાતે ખારીકટ કેનાલ પર બનાવવામાં આવેલ જુદા જુદા 58 સમ્પ ઉપર 105 પંપો તેમજ 34 સ્ટ્રોંગ વોટર પંપમાં 83 પંપોનું સ્કાડા સિસ્ટમ દ્વારા મુખ્ય કંટ્રોલરૂમ સાથે કનેક્ટ કરીને સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કુલ 1 લાખ 54 હજાર જેટલા વીજ પોલની ઘનિષ્ઠ ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત 443 ફલેશ બેનરો, 28 સ્ટ્રકચર, 1011 બોર્ડ બેનર અને એક ગેન્ટ્રી દૂર કરવામાં આવે છે. 309 જેટલા મકાનોની નોટિસ આપવામાં આવી છે. જેમાંથી 47 જર્જરિત ઇમારતને દૂર કરવામાં આવી છે.
ફાયર ટીમ સ્ટેન્ડ બાય : બિપરજોય વાવાઝોડાની અસરથી ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરુર પડે અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોનું સ્થળાંતર તેમજ બચાવ કામગીરી માટે અમદાવાદથી ફાયર સર્વિસની 15 રેસ્ક્યુ ટીમ, 5 બોટિંગ સ્ટાફ ટીમ અને 5 બોટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એલ.જી.હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, SVP હોસ્પિટલ, VS હોસ્પિટલ ચેપી રોગ હોસ્પિટલ અને જુદી જુદી હોસ્પિટલમાં દવાનો જથ્થાનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. સાથે તમામ ડોકટરોને સ્ટેન્ડ બાય રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
- Cyclone Biparjoy Live Landfall Update: બિપરજોય વાવાઝોડુ ટૂંક સમયમાં જખૌમાં દેશે દસ્તક
- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું જખૌથી 100 કિલોમીટર દૂર, CM ભૂપેન્દ્ર પટેલે સરકારની કામગીરીની કરી સમીક્ષા
- Cyclone Biparjoy: વાવાઝોડાને પહોંચી વળવા સેનાની ત્રણેય પાંખ, NDRF અને SDRF સહિતની ટુકડીઓ તમામ સાધનો સાથે સજ્જ