અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં 182 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ વખતે કરોડપતિ ધારાસભ્યોની (Crorepati MLAs of Gujarat) સંખ્યા ઘણી વધારે છે. વર્ષ 2017ની સરખામણીમાં 6 ટકાનો વધારો થયો છે. ત્યારે કઈ પાર્ટીના કેટલા ધારાસભ્યો કરોડપતિ છે ને તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે. ગુજરાત ઈલેક્શન વૉચ (Gujarat Election Watch) અને એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ (Association for Democratic Reform) દ્વારા 182 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેની પર કરીએ એક નજર.
કરોડપતિ લાખોપતિ ધારાસભ્યોની વિગત રાજ્યમાં 182 જીતેલા ઉમેદવારો પૈકી 151 (83 ટકા) કરોડપતિ ધારાસભ્ય છે. જ્યારે વર્ષ 2017માં આ સંખ્યા 141 (77 ટકા) હતી. આમાંથી ભાજપના 156માંથી 131 (85 ટકા), કૉંગ્રેસના 17માંથી 14 (82 ટકા), આમ આદમી પાર્ટીના જીતેલા 5માંથી 1 (20 ટકા) અને સમાજવાદી પાર્ટીના 1 (100 ટકા), અપક્ષ 3 ઉમેદવારોમાંથી ત્રણેય (100 ટકા) કરોડપતિ ધારાસભ્યો છે.