અમદાવાદ : બૉમ્બ બ્લાસ્ટ કેસના બે આરોપી જયપુરમાં નોંધાયેલા ગુના હેઠળ ત્યાંના મેજિસ્ટ્રેટ આરોપીઓ સામે વોરન્ટ કાઢતા અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે બંને આરોપી સૈફ શેખ અને સૈફીઉર અંસારીને ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે બંને આરોપીઓના ટ્રાન્સફર એટલા માટે મંજુર કર્યા કારણ કે બંનેના CRPCની કલમ 313 નિવેદન નોંધાઈ ચુક્યા છે.અને હવે ટૂંક સમયમાં આ કેસમાં છેલ્લીવખત રજૂઆતો કરવામાં આવશે.
26મી જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં એક પછી એક 19 બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત નીપજ્યાં હતા. સિવિલ અને એ.લ.જી હોસ્પિટલ બહાર પણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર હુમલાની જવાબદારી ઇન્ડિયન મુજાહિદિન આંતકી સંગઠન દ્વારા લેવામાં આવી હતી.