ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોના કેસોમાં વિસ્ફોટ - death because of corona

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1415 કેસ નોંધાયા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ 96.27 ટકા છે.

કોરોના કેસોમાં વિસ્ફોટ
કોરોના કેસોમાં વિસ્ફોટ
author img

By

Published : Mar 20, 2021, 1:31 PM IST

  • રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોના કેસોમાં વિસ્ફોટ
  • 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસો નોંધાયા
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત નિપજ્યા

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોન કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,415 કેસ નોંધાયા છે. જેની સામે 948 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,437 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે.

ગંભીર બિમારી ધરાવતા 2,21,814 વ્યક્તિઓનું વેક્સિનેશન

26,41,905 વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અને 5,84,482 વ્યક્તિઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બિમારી ધરાવતા 2,21,814 વ્યક્તિઓનું વેક્સિનેશન થયું છે. આ વેક્સિનના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.

આ પણ વાંચો : આજના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો અને શરૂ થયો કોરોનાકાળનો કપરો સમય

આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલા આંકડા

આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 344, સુરતમાં 450, વડોદરામાં 146, રાજકોટમાં 132, ભાવનગરમાં 32, જામનગરમાં 28, ગાંધીનગરમાં 27, મહેસાણામાં 16, ખેડામાં 24, પંચમહાલમાં 20, ભરુચ અને સાબરકાંઠામાં 18-18, કચ્છમાં 17, નર્મદામાં 15, છોટા ઉદેપુરમાં 14 સહિત કુલ 1,415 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ 948 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી

24 કલાકમાં કોરોનાના કારણે 4 દર્દીના મોત થયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1 મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 260, સુરતમાં 293, વડોદરામાં 83, રાજકોટમાં 79, જામનગરમાં 35, દાહોદમાં 34, આણંદમાં 25, ગાંધીનગરમાં 18 સહિત કુલ 948 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં 67 દર્દીઓ વેન્ટિલેટર

આ પણ વાંચો : નવસારી જીલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો યથાવત

રાજ્યમાં અત્યારે કુલ 6,147 એક્ટિવ દર્દીઓ છે. જેમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 6,080 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2,73,280 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કેસમાં અંકુશ લાવવા તંત્ર દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા

કોરોના કેસોમાં વધારો થતાં રાજ્યમાં પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કોરોના કેસોમાં અંકુશ લાવવા તંત્ર દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.