ગાંધીનગર : ગાંધીનગર વિસ્તારમાં ગુરૂવારે વધું 6 કેસ સામે આવ્યાં છે. જેમા સેક્ટર 2Bમાં રહેતી 23 વર્ષિય યુવતી જે અમદાવાદ સિવિલમા સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. સેક્ટર 29માં 15 વર્ષિય બાળક જેની બહેન અગાઉ પોઝિટિવ આવી હતી. સેક્ટર 22માં 33 વર્ષિય ગૃહિણી પોઝિટિવ આવી છે. સેક્ટર 28માં એસઆરપીમાં ફરજ બજાવતી 33 વર્ષિય મહિલા પોઝિટિવ આવી છે. તેમજ એક ફ્રટનો હોલસેલ વેપારી અને એક છૂટક વેપાર કરતી મહિલા પણ કોરોના પોઝિટિવ આવી છે.
તાલુકાના અડાલજમાં 44 વર્ષીય યુવાન અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે અડાલજનો જ 23 વર્ષીય યુવાન નરોડા મામાના ઘરે ગયો હતો. તાલુકાના છેવાડે આવેલા મેદરામા 52 વર્ષીય આધેડ નરોડા તાવની દવા લેવા ગયા હતા.પેથાપુરમા 24 વર્ષીય મહિલા 18મી, મેના રોજ વિસનગરથી લાભ રેસીડન્સી પેથાપુર રહેવા આવી હતી. તાવ આવતા ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવી છે. પ્રાંતિયામાં 26 વર્ષીય યુવાન ગીફ્ટસીટીમાં નોકરી કરે છે. બાજુમાં આવેલા ફિરોજપુર 65 વર્ષીય વૃદ્ધ કોરોનાગ્રસ્ત વૃદ્ધનો એક દિકરો નરોડા અને બીજો દિકરો ગીફ્ટ સીટીમાં નોકરી કરે છે
કલોલ શહેર અને તાલુકામાં કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો હતો. એક જ દિવસમાં 15 કેસ સામે આવ્યા છે. જેમાં શહેર વિસ્તારમાં મદીના પાર્કમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ વર્ષીય વૃદ્ધ, ગાયત્રી મંદિર પાસે સમર્થ હાઈટમાં રહેતા 50 વર્ષિય આધેડ, પ્રયાગ એવન્યુમાં રહેતો 41 વર્ષીય યુવક અને ખોડીયાર નગર પંચવટીમાં રહેતો 24 વર્ષીય ખાનગી ચેનલનો પત્રકાર પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોટી ભોયણ ગામમાં એક સાથે 8 મહિલાઓ પોઝિટિવ આવી છે. જેમાં પ્રજાપતિ વાસમાં રહેતી 65 અને 62 વર્ષની વૃદ્ધા, જીવન વાસમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા, બળીયાદેવ વાસમાં રહેતી 61 વર્ષીય વૃદ્ધા, જ્યારે હુડકોમાં રહેતી 61 વર્ષીય, 65 વર્ષીય, 62 વર્ષીય અને 61 વર્ષીય વૃદ્ધ આ પોઝિટિવ આવી છે. જ્યારે મહાદેવ વાસમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ અને કલોલ શહેરમાં નવી મસ્જિદ પાસે રહેતો 32 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો છે.
જિલ્લાના માણસા તાલુકાના ઇન્દ્રપુરા ગામમાં એક જ દિવસમા 3 કેસ સામે આવ્યાં છે, જેમા કરિયાણાનો વેપાર કરતો 40 વર્ષીય યુવાન અને 49 વર્ષીય યુવાન વેપારી ઉપરાંત ગામનો 60 વર્ષીય વૃદ્ધ જે બોર ઓપરેટર છે, તે પોઝિટિવ આવ્યો છે. જ્યારે પ્રતાપનગરમા રહેતો 13 વર્ષીય બાળકના પગમાં ફેક્ચર થતાં સારવાર માટે ગાંધીનગર જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેનું સેમ્પલ લેવાતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. ખરણા ગામમાં 41 વર્ષીય યુવાન બાજુના અમરપુરામાં સલુન ધરાવે છે. તાવ શરદીની બિમારી અંગે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ ઇટાદરા પીએચસીમાં નોકરી કરતો કર્મચારી અને ગલથરા ગામનો વતની કોરોના પોઝિટિવ આવ્યો છે, જોકે આ બન્ને કેસ જિલ્લામાં ગણાશે નહી.
દહેગામ તાલુકાના હરખજીના મુવાડામાં રેન્ડમલી સેમ્પલ લેવામા આવતાં કરીયાણાના વેપારી 78 વર્ષીય વૃદ્ધ, 20 વર્ષીય યુવાન અને 24 વર્ષીય યુવાન પોઝિટિવ આવ્યો છે, જ્યારે શહેરમાં પૂર્ણિમાના ઢાળ પાસે મેડિકલ સ્ટોરની દુકાનદાર 40 વર્ષીય યુવાન લુહાર ચકલામાં આધેડ મહિલાનું કોરોનાથી મોત થતાં તેના ફેસેલિટી ક્વોરન્ટાઇન કરાયેલો મહિલાનો પતિ પોઝિટિવ આવ્યો છે. દેવકરણના મુવાડામાં 25 વર્ષીય રીક્ષા ચાલક તેમજ શાકભાજીનો 30 વર્ષીય વેપારી સંક્રમિત થતા હાહાકાર મચી ગયો છે.
અમદાવાદ-રાપરથી આવેલા બે યુવકના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં છે. અમદાવાદ ખાતે રહેતો 31 વર્ષીય યુવક થોડા દિવસ અગાઉ સેકટર-26માં આવ્યો હતો. યુવકને શરદી, તાવ જેવી તકલીફ જણાતા તેના સેમ્પલ લઈ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. રાપરના 31 વર્ષીય યુવકની જેલ સિપાઈ તરીકે પસંદગી થયા બાદ તે ગાંધીનગર રહેતો હતો. લોકડાઉનમાં રાપર ગયેલો યુવક થોડા સમય અગાઉ ગાંધીનગર આવ્યો હતો. દરમિયાન તેને કોરોનાના લક્ષણ જણાતા સોલા સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવાયા હતા, જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને યુવકે ગાંધીનગરમાં આવી રિપોર્ટ કરાવ્યા હતા, પરંતુ અન્ય જગ્યાએ રહેતા હોવાથી તેમના કેસ ગાંધીનગરના બદલે રહેઠાણના સ્થળે ગણવામાં આવશે.