અમદાવાદ મોરબી દુર્ઘટનાને (Morbi Hanging Bridge Tragedy) લઈને વિપક્ષ દ્વારા (Congress National Spokesperson) ફરી એકવાર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. જે દુર્ઘટના ત્રણ દિવસ પહેલા બની છે તો તેનો રાષ્ટ્રીય શોક આટલા દિવસ પછી કેમ એવા પણ સવાલ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય શોક કાલે જાહેર કરવામાં આવ્યો છે કારણ શું? કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોરબીની જે ઘટના બની એ પરમ દિવસે બની હતી તો એના માટે રાજકીય શોક ક્યારે હોવો જોઈએ, જે દિવસે ઘટના બની એ દિવસે જાહેર કરવો જોઈએ, પરંતુ ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં પણ રાષ્ટ્રીય શોક કાલે જાહેર કરવામાં આવ્યો છે કારણ શું? કારણ એટલા માટે કે નરેન્દ્ર મોદીને ઇવેન્ટ્સ કરવા હતા. કાલે રાત્રે આપણે સમગ્ર સોશિયલ મીડિયા પર જોયું કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગ રોગાંન થઈ રહ્યું છે. કારણ કે નરેન્દ્ર મોદીને ત્યાં એક ઇવેન્ટ કરી હતી. અમારા જે કાલે સવાલ હતા, એ પણ આજે ત્યાં ને ત્યાં જ ઊભા છે. કોણે આ OREVA કંપનીને ટેન્ડર (Tender to OREVA Company) આપ્યો અને કેવી કંપની જે બલ્બ અને મચ્છર મારવાના બેડમિન્ટન બનાવે છે? તો આવી કંપનીને પુલનું મરામત માટે કામ કોણે આપ્યું?
મુખ્યપ્રધાનનું રાજીનામું અમે લોકોએ કાલે પણ મુખ્યપ્રધાનનું રાજીનામું માંગ્યું હતું. અમે આજે પણ આ વાત પર અડગ છીએ. અમારા આજે પણ ઘણા બધા સવાલ છે. અમને આશા છે કે મોદીજીએ સવાલના જવાબ આપશે. કાલે સાંજે 5:00 વાગ્યા પછી રાહત કાર્યને કેમ રોકી દેવામાં આવ્યું? ત્રણ દિવસ પહેલા બનેલી ઘટનાનો રાષ્ટ્રીય શોક કાલે કેમ? સરકારી ફક્ત બતાવવા માટે જ SIT બનાવવાની કોઈ જરૂર નથી.
કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ માંગ વિપક્ષ નેતાની સલાહ સાથે SITની (Special Investigation Team) નિમણૂક કરવામાં આવે. જ્યારે SITની રચના કરવામાં આવે. ત્યારે બે નામ વિપક્ષ પાસે અને બે નામ સરકાર મૂકીને SITની રચના કરવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા એવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને જે એસઆઇટી બનાવવામાં આવે એમાં વિપક્ષના નેતાઓના સલાહ વગર જે એસઆઇટી બને એનું કોઈ ઔચિત્ય (Opposition advice sought in formation of SIT) રહેતું નથી.