અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે હવે દરેક પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાખીયોઓ જંગ જોવા મળશે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તથા ભાજપ વચ્ચે રસાકસીનો માહોલ જામવાનો છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારોની 6 યાદી જાહેર કરી દીધી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા ઝોન પ્રમાણે સિનિયર નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસે 42 નિરીક્ષકોની નિમણૂક કરી છે.
સિનિયર નેતાઓની જવાબદારી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ઝોન પ્રમાણે પાંચ સિનિયર નેતાઓની (Senior Congress leaders) જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં આ દિગ્ગજ નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાય છે. 1. મુકુલ વાસનિકને દક્ષિણ ઝોનનાની જવાબદારી 2. પૃથ્વીરાજ ચૌહાણને મધ્ય ગુજરાતની જવાબદારી અપાઈ 3. મોહન પ્રકાશને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી 4. વી .કે હરિપ્રસાદ ને ઉત્તર ઝોનની જવાબદારી 5 કે.એસ મુની અપ્પા ( હજુ ઝોનની જવાબદારી સોંપવામાં આવી નથી)
એનસીપી સાથે ગઠબંધન લોકસભા મત વિસ્તાર પ્રમાણે પણ અલગ અલગ નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું સતા જમાવવા માટે એનસીપી સાથે ગઠબંધન પણ કર્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવા માટે કોંગ્રેસે 42 જેટલા નિરીક્ષકોની નિમણૂક કરી છે.ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે ત્રીપાંખીયો જંગ જોવા મળશે. જોકે બીજી બાજુ પક્ષ પલટાની મોસમ આવી હોય તેમ નેતાઓ અદલ બદલ પાર્ટીઓ કરી રહ્યા છે.