અમદાવાદ: મહાઠગ કિરણ પટેલની પત્નીની બંગલો બચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે માલીની પટેલને પોલીસ તપાસમાં સાથ સહકાર આપવાની શરતે અને ગુજરાતન ન છોડવાની શરતે જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ માલીની પટેલે મેટ્રો કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે મેટ્રો કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી ત્યારબાદ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જેને સેશન્સ કોર્ટે મજૂર કરી છે.
ક્રાઇમ બ્રાન્ચ પર સવાલ: માલિની પટેલના વકીલ નિસાર વૈદ્યએ સુનાવણીમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે પોતાની શાન સાચવવા માટે માલિની પટેલની ધરપકડ કરી હતી. કિરણ પટેલની સામેની ફરિયાદમાં માલીનીના નામનો કોઈ ઉલ્લેખ નથી તેમ છતાં પણ તેમને હેરાન કરવા માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં માલિની પટેલ સંપૂર્ણપણે નિર્દોષ છે. જોકે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે કેસની તપાસ ચાલી રહી છે ત્યારે જો આરોપીને જામીન આપવામાં આવશે તો તપાસને નુકસાન થઈ શકે છે.
શું હતો સમગ્ર કેસ?: ગંભીર પ્રકારની ઠગાઈ અને છેતરપિંડી આચરનાર કિરણ પટેલે પૂર્વ પ્રધાન જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલાને પોતાના કબજામાં કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. મહાઠગ કિરણ પટેલ દ્વારા લોકો સાથે પીએમઓમાં અધિકારી તરીકે ફરજ બજાવું છું અને મારે બહુ મોટી ઓળખાણો છે એવું કહીને ઘણા બધા સરકારી અધિકારીઓથી માંડીને તંત્રને તેમજ નિર્દેશ નાગરિકો સાથે પણ તેને છેતરપિંડી આચરી હતી.
આજના મુખ્ય સમાચાર Talati Exam 2023 : તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો અપાયો આખરી ઓપ Delhi liquor scam: EDની ચાર્જશીટમાં પહેલીવાર મનીષ સિસોદિયાનું નામ, 2000 પાનાની ચાર્જશીટ દાખલ |
બંગલાને કબ્જામાં લેવા રીનોવેશનનું નાટક: કિરણ પટેલે આ બંગલાને પોતાના કબ્જામાં લેવા માટે રીનોવેશનનું નાટક રચ્યું હતું. જોકે કિરણ પટેલે આટલેથી ન અટકતા બંગલાનું વાસ્તુ કરાવીને આ બંગલાને પોતાનો બનાવવાના પ્રયત્ન કર્યા હતા. આ સાથે જ જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું. સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ કિરણ પટેલે દાખલ કરી દીધો હતો.