ETV Bharat / state

Usurers Case in Gujarat: વ્યાજખોરીના વિષચક્ર સામે સરકાર મેદાને, 1400થી વધુ વસૂલીઓ સામે ગુનો - government mission

વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા તેમજ (Eliminate Usurers) નિર્દોષ જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર 100 દિવસમાં વ્યાજખોરીમાંથી મુક્તિ જ સરકારનું મિશન અને તમામ સિનિયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે તેવું ગૃહપ્રધાનએ તેમના જન્મદિવસે કહ્યું હતું.પરંતુ આ મિશન અત્યારે કેટલે પહોંચ્યું તે જાણીએ.

Etv BharatUsurers Case in Gujarat: વ્યાજખોરીની વિષચક્ર સામે સરકાર મેદાને, 1400થી વધુ વસૂલઓ જેલબંધ
Etv BUsurers Case in Gujarat: વ્યાજખોરીની વિષચક્ર સામે સરકાર મેદાને, 1400થી વધુ વસૂલઓ જેલબંધharat
author img

By

Published : Feb 3, 2023, 1:59 PM IST

Updated : Feb 3, 2023, 2:22 PM IST

અમદાવાદ: રાજયમાં સતત વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હતો. ગુજરાતની જનતા જાણે આ વ્યાજખોરોના દુષ્ણમાં ડૂબી ગઇ હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારે સરકારએ વ્યાજખોરોને સંકજામાં લેવા કામગીરી શરૂ કરી છે. જેને આજે એક મહિનો થઇ ગયો છે. 100 દિવસમાં વ્યાજખોરીમાંથી ગુજરાતને મુક્તિ કરવાનું ગૃહ વિભાગ એ નક્કી કર્યું હતું. લાચાર લોકોની વહારે ગુજરાત સરકાર આવી હોય તેવું જોવા મળી રહ્યું છે.કેટલાય એવા લોકો હતા કે જે વ્યાજખોરોના દબાવમાં પોતાનું જીવન શાંતિથી પસાર કરી શકતા ન હતા.

વ્યાજ દરે રૂપિયા: ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી વ્યાજની ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા અને ભોગ બનનારાઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ જોવા મળી રહી છે.

આ પણ વાંચો વ્યાજખોરોને પાઠ ભણાવવા સરકારે બનાવ્યો વિશેષ પ્લાન, નીવેડો આવશે

વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ: ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકોની પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજ્યા હતા. વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતી અંગેની સામાન્ય નાગરિકોની આપવિતી ખુબ જ સંવેદના સાથે સાંભળી ફરિયાદો આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ગુના દાખલ કર્યા: પોલીસ તંત્ર દ્વારા તારીખ 5 થી તા.31 જાન્યુઆરી 2023 દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-2011અન્વયે કુલ 847 એફ.આઇ.આર દાખલ કરી 1481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહિ, માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું

લોકદરબાર યોજવામાં આવ્યા: આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ 2389 લોકદરબાર યોજવામાં આવ્યા છે. લોક દરબારમાં કુલ 14,619 પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ કુલ 1,29,488 વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશ્નરો, રેન્જ આઇજીપી, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્ધારા લોકદરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ કરવાની હિમંત આપી તેમજ લોકદરબારના સ્થળ ઉપર વ્યાજખોરીથી પિડીત લોકોની અરજીઓ/રજુઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વ્યાજના દુષણ: વ્યાજખોરો વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી, રાજયમાં ફક્ત આંકડા દર્શાવવા નહી પરંતુ ખરેખર કામગીરી થાય, પોલીસ અધિકારીઓ લોકોની વચ્ચે જઇ સમજ આપે અને સામૂહિક લોકજાગૃતિ આવે, હિંમત આવે તે માટે કાર્યવાહી કરી છે. આરોપીઓ પાસેથી ભોગ બનનારને વસ્તુઓ પરત મળે તેવી કામગીરીઓ થઇ છે અને રાજ્યના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવવામાં આવ્યા છે.

કેમ્પનું આયોજન: તમામ પોલીસ કમિશ્નરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા પોતાના મુખ્ય મથક ખાતે જરુરીયાતમંદ સામાન્ય નાગરિકોને લોન/ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીયકૃત બેન્કો/સહકારી બેન્કોના પ્રતિનિધીઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓને હાજર રાખી જીલ્લાના મુખ્યમથક ખાતે અનુકુળ જગ્યાએ જરૂરીયાતમંદ નાગરિકોને એકત્ર કરી, યોગ્ય લોન ધિરાણ અપાવવામાં સહાયતા કરવા માટે રાજયવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવશે.

Last Updated : Feb 3, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.