ETV Bharat / state

પીએમ મોદીના ડ્રિમ પ્રોજેકટ પર CAG ની ટકોર, બુલેટ ટ્રેનના કર્મચારીઓની નિવૃત્તિ બાદ તબીબી સારવાર અને પેન્શન યોજનનની કોઈ હિસાબી નીતિ નહીં - medical treatment and pension scheme

ગુજરાત વિધાનસભા ગૃહમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના છઠ્ઠા વાર્ષિક અહેવાલમાં દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે કંપની પાસે નિવૃત્તિ પછીની તબીબી લાભ યોજના અને પેન્શન યોજના માટેની નીતિ છે. આ બાબતે કોર્પોરેશન દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો કે પેન્શન એ કંપનીની નિર્ધારિત યોગદાન અંગેની યોજના છે.

cag-hits-out-at-bullet-train-no-accounting-policy-for-post-retirement-medical-treatment-and-pension-scheme-for-bullet-train-employees

author img

By

Published : Apr 10, 2023, 10:33 PM IST

ગાંધીનગર: સમગ્ર દેશમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન થોડા વર્ષોમાં શરૂઆત થશે જ્યારે બુલેટ ટ્રેન માટે નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીની સ્થાપના પણ કરવામાં આવી છે. જેનો છઠ્ઠો વાર્ષિક અહેવાલ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પર કેગ દ્વારા મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે જેમાં બુલેટ ટ્રેન ની કંપની એવા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થશે તેમને નિવૃત્તિ પછીના તબીબી લાભ યોજના અને પેન્શન માટેની કોઈ નીતિ માટે હિસાબી નીતિ ઘડવામાં આવેલ ન હોવાની ટિપ્પણી કરી છે.

કંપનીએ નીતિ બનાવી પણ કર્મચારીઓના લાભોનું ઉલ્લંઘન: ગુજરાત વિધાનસભા ગૃહમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના છઠ્ઠા વાર્ષિક અહેવાલમાં દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે કંપની પાસે નિવૃત્તિ પછીની તબીબી લાભ યોજના અને પેન્શન યોજના માટેની નીતિ છે. જોકે કંપનીએ ન તો નિવૃત્તિ પછીની મેડિકલ બેનિફિટ્સ સ્કીમને વ્યાખ્યાયિત કરી છે કે ન તો આના પર કોઈ હિસાબી નીતિ ઘડવામાં આવી છે. જે ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19 ના પેરા 135 ના કર્મચારીના લાભોનો ઉલ્લંઘન કરે છે. આમ નિર્ધારિત યોગદાન યોજના હેઠળ પેન્શન યોજના અંગે જાહેરાત આપવામાં આવી નથી તે પણ એક હદે ઉણપ હોવાનું પણ કેગ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી.

કોર્પોરેશન દ્વારા જવાબ: આ બાબતે કોર્પોરેશન દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો કે પેન્શન એ કંપનીની નિર્ધારિત યોગદાન અંગેની યોજના છે. ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19 ના પહેલા 53 ની જરૂરિયાત અનુસાર કોર્પોરેશનએ નાણાકીય નિવેદનોની નોંધ 34 માં માહિતી જાહેર કરી છે જ્યારે ટિપ્પણી નાણાકીય નિવેદનોના એકંદરે દ્રષ્ટિકોણને કોઈપણ અસર કરતી ન હોવાનું જવાબ પણ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવ્યો છે.

89.45 ટકા જમીન સંપાદન: 31 માર્ચ 2022 ના રોજ નાણાકીય વર્ષની પરિસ્થિતિ એ નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ એટલે કે અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનારી પ્રથમ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં જરૂરિયાતના 89.45 ટકા જમીન એટલે કે કુલ 1248.74 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાં ગુજરાત અને દાદરા નગર હવેલીમાં લગભગ 950.40 હેક્ટર જમીન અને મહારાષ્ટ્રમાં લગભગ 298.34 સેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. જ્યારે હાલમાં અત્યાર સુધીમાં 38,506 કરોડનો ખર્ચ થયો છે.

કયાંથી કેટલી જમીન મેળવવામાં આવી:

  1. ગુજરાત 198 ગામમાં અસર
  2. 84.46 હેકટર સરકારી જમીન
  3. 741.12 હેકટર ખાનગી જમીન
  4. ભારતીય રેલવે પાસેથી 125.87 હેકટર જમીન
  5. કુલ 954.28 હેકટર ની સામે 942.50 હેકટર જમીનનું સંપાદન થયું.
  6. ગુજરાતમાં હજુ 11.78 હેકટર જમીનનું સંપાદન બાકી.
  7. મહારાષ્ટ્ર 97 ગામને અસર.
  8. 61.73 હેકટર જમીન સરકારી.
  9. 274.41 હેકટર જમીન ખાનગી.
  10. 1.63 હેકટર ભારતીય રેલવે.
  11. 95.85 હેકટર વન વિભાગ.
  12. કુલ 432.82 હેકટર જમીન.

હજુ બાકી કેટલી જમીન:

  1. 134.48 હેકટર જમીન મહારાષ્ટ્રમાં સંપાદન કરવાનું બાકી.
  2. દમણ દાદરાનગર હવેલીમાં સંપૂર્ણ 100 ટકા જમીન સંપાદન.
  3. ફોરેસ્ટની જમીનનો ઉપયોગ, વૃક્ષા રોપણનો અભિયાન

77,775 વૃક્ષનું વાવેતર: અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેન માટે જંગલની જમીનનું પણ સંપાદન કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર જે પણ પ્રોજેક્ટમાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવે ત્યારે તેની સામે વૃક્ષો વાવવા જરૂરી છે તેને ધ્યાનમાં લઈને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 77,775 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7896 જેટલા નવા વૃક્ષોનું પ્રત્યારોપણ પણ કરવાનું કામકાજ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Gujarat High Court Notice : પાટણ ધારાસભ્ય કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ, નોટિસ ઇશ્યુ થઇ

અમદાવાદ મુંબઇ બાદ અન્ય 7 પ્રોજેક્ટ થશે શરૂ: દેશની પ્રથમ અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સમગ્ર દેશમાં કુલ 7 જેટલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેમાં દિલ્હીથી વારાણસી (942 કિલોમીટર), દિલ્હીથી અમદાવાદ (872 કિલોમીટર), મુંબઈથી નાગપુર( 766 કિલોમીટર), મુંબઈ થી હૈદરાબાદ(671 કિલોમીટર), ચેન્નાઇથી મૈસુર(469 કિલોમીટર), દિલ્હીથી અમૃતસર (539 કિલોમીટર) અને વારાણસીથી હાવડા (792 કિલોમીટર) સુધીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. સૌથી મોટો અને લાંબો પ્રોજેક્ટ દિલ્હીથી વારાણસી સુધી 942 કિલોમીટરમાં બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે.

આ પણ વાંચો Impact Fee Issue : ઇમ્પેક્ટ ફી વટહુકમને હાઇકોર્ટમાં પડકાર, એડવોકેટ જનરલને નોટિસ ઈશ્યુ થઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.