ETV Bharat / state

રાજ્યમાં આજે વિવિધ મનપા-નપાની પેટા ચૂંટણી, પરિણામ 24 ઓક્ટોબરે - વડોદરા વોર્ડ

ન્યૂઝ ડેસ્કઃ રાજ્યમાં આજે વિવિધ મનપા-નપાની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે. વડોદરા, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ,મોરબી,દ્વારકા, કપડવંજ, છોટાઉદેપુરમાં આ પેટા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.

રાજ્યમાં આજે વિવિધ મનપા-નપાની પેટા ચૂંટણી, પરિણામ 24 ઓક્ટોબરે
author img

By

Published : Oct 22, 2019, 9:58 AM IST

આજે વડોદરા વોર્ડ નંબર-13ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વોર્ડ નંબર-13માં વિસ્તારમાં આવેલા 77 બુથ પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીમાં કુલ 62444 મતદારો નોંધાયેલા છે. જેમાં 31320 પુરુષ અને 31105 સ્ત્રી તેમજ 9 સર્વિસ વોટર્સ સામેલ છે. આ બેઠક પર યોજાનારી ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે જંગ છે. મતદાન યોજાયા બાદ બરોડા હાઇસ્કૂલ ખાતેના સ્ટ્રોગરૂમમાં ઇવીએમ લોખંડી બંદોબસ્ત વચ્ચે મુકાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર થશે. મતદાનની પ્રક્રિયા માટે 500 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.

ખેડાની કપડવંજ નગર પાલિકામાં ખાલી પડેલી 10 બેઠકો પર પેટા ચૂંટણી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગયું છે. જેમાં 15 અપક્ષ અને 9 ભાજપ મળી 24 સીટો પર મતદાન યોજાઈ રહ્યું છે. 34 બુથ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદના બહેરામપુરા વોર્ડ નંબર 35માં પેટચૂંટણી યોજાઈ રહી છે. કોર્પોરેશનના ચાલુ કોર્પોરેટરનું નિધન થતા આજે પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે. અહીં ભાજપના કમલેશ પરમાર અને કોંગ્રેસના કામરુદ્દીન પઠાણ વચ્ચે જંગ છે. અહીં 52 હજારથી વધુ મતદારો મતદાન કરવા જઈ રહ્યાં છે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોર્ડ-04માં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અહીં કોંગ્રેસના સભ્ય દ્વારા સ્વૈચ્છિક રાજીનામુ આપી દેતા આ ચૂંટણી યોજાઈ રહી છે. અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.