અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ પુત્ર મૌનાગ અને તેમની પત્ની વિરુદ્ધ પુત્રવધૂને માર મારવાનો અને હત્યાની કોશિશ કરવાનો ગુનો નોંધાયો હતો.જે બાદ બંને પિતા પુત્ર ફરાર હતા.ત્યારે ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી પુત્રવધૂના માસીના ઘરેથી કેસમાંથી ફરી જવા માટે મોકલાવેલા 2.50 કરોડ રૂપિયા કબ્જે કર્યા હતા.અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પુત્રવધૂએ વધુ નિવેદન આપતા પોલીસે બિલ્ડર પિતા પુત્ર ઉપરાંત તેમના ભાઈ દશરથ અને ભત્રીજા વીરેન્દ્ર વિરુદ્ધ અપહરણ, ગેરકાયદેસર ગોંધી રાખવા અને બળજબરી પૂર્વક સહી કરાવી હતી જે મામલે પોલીસે અગાઉના ગુનામાં કલમ ઉમેરી હતી.
