ETV Bharat / state

અમદાવાદમાં 8 બેઠક માટે ભાજપ ચૂંટણી નિરીક્ષકો સમક્ષ અગ્રણીઓ સહિત જૂઓ કોણે કોણે કરી દાવેદારી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) ની તારીખો જાહેર થાય એ પહેલાં ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયાઓ જોવા મળી રહી છે. અમદાવાદની કુલ 21માંથી 16 બેઠક શહેર વિસ્તારમાં છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં 8 બેઠક માટે સેન્સ પ્રક્રિયા (BJP sense process for 8 seats in Ahmedabad City ) થઇ છે. આજે કઇ બેઠકોની સેન્સ લેવાઇ તે વાંચો અહેવાલમાં.

અમદાવાદમાં 8 બેઠક માટે ભાજપ ચૂંટણી નિરીક્ષકો સમક્ષ અગ્રણીઓ સહિત જૂઓ કોણે કોણે કરી દાવેદારી
અમદાવાદમાં 8 બેઠક માટે ભાજપ ચૂંટણી નિરીક્ષકો સમક્ષ અગ્રણીઓ સહિત જૂઓ કોણે કોણે કરી દાવેદારી
author img

By

Published : Oct 27, 2022, 7:33 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે આજથી શરૂ થતી આ પ્રક્રિયામાં ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરોને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજે શરૂ કરવી દેવામાં આવી છે. અમદાવાદની કુલ 21 વિધાનસભાની બેઠકો આવેલી છે જેમાં અમદાવાદ શહેરની 16માંથી 8 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે. અમદાવાદ માટે ભાજપના 6 ચૂંટણી નિરીક્ષકો ( 6 Election Observers of BJP for Ahmedabad ) એ પૂર્વ વિસ્તારમાં શાહીબાગ વિસ્તારના ઓસ્વાલ ભવન ખાતે અને પશ્ચિમ વિસ્તારમાં સાયન્સ સિટી આર કે રોયલ ખાતે સેન્સ લેવાઇ હતી.

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં 8 બેઠક માટે સેન્સ પ્રક્રિયા

પ્રદીપ પરમારે પણ દાવેદારી નોંધાવી અમદાવાદ શહેરની વિધાનસભાની 8 બેઠક સેન્સ (BJP sense process for 8 seats in Ahmedabad City ) માટે જે પ્રક્રિયા યોજાઈ હતી એમાં શાહીબાગ ખાતે ચાર બેઠકો યોજાઇ હતી. જેમાં નરોડા , અસારવા, દાણીલીમડા અને દરીયાપુર બેઠકો માટેી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અસારવા બેઠક ઉપર જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એમાં સૌથી વધારે અનુસૂચિત સમાજની સૌથી વધારે બાયોડેટા આવ્યા છે. તો પ્રદીપ પરમારે પણ દાવેદારી નોંધાવી છે તો તેની સાથે ડિબેટ ટીમના પ્રવક્તા, કન્વીનર નરેશ ચાવડા, અશોક સુતરીયા, પૂર્વ શહેર મહામંત્રી જગદીશ પરમાર અને હાલ શહેર અનુ. મોરચાના પ્રમુખ ભદ્રેશ મકવાણાએ અસારવા બેઠકથી દાવેદારી નોંધાવી હતી. અસારવા વિધાનસભા બેઠક માટે સૌથી વધુ લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવાનો ઉત્સાહ

ભૂપેેન્દ્ર પટેલ સામે કોઇ નહીં બીજી બાજુ ઘાટલોડિયા વિધાનસભા બેઠક ( Ghatlodia seat of CM Bhupendra Patel ) ઉપરથી એકમાત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક જ દાવેદાર છે અને તેમનું નામ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. 2017માં ભૂપેન્દ્ર પટેલ પ્રચંડ બહુમતી ઘાટલોડિયા બેઠકો પરથી વિજયી બન્યાં હતાં. 2017માં ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત ઘાટલોડીયાથી ચૂંટણી લડી હતી જેમાં તેમણે કોંગ્રેસના શશીકાંત પટેલને હરાવ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલ 1,17,750 મતથી જીત્યા હતાં જે સૌથી મોટું માર્જિન કહેવાય છે.

નરોડામાં કોણે નોંધાવી દાવેદારી નરોડા વિધાનસભાની પ્રક્રિયામાં ચાલુ ધારાસભ્ય બલરામ થાવાણી, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી ડોક્ટર નિર્મલા વાઘવાણી, નરોડાના પૂર્વ કોર્પોરેટર કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન વલ્લભભાઈ પટેલ સહિતના લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

અમદાવાદ પશ્ચિમ માટેની સેન્સ પ્રક્રિયા તો પશ્ચિમ વિસ્તારમાં આવેલી સાબરમતી બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતાં. સાબરમતી બેઠક ઉપરથી 10 થી 12 લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે વેજલપુર બેઠક ઉપરથી 15રથી વધુ દાવેદારો સેન્સમાં હાજર રહ્યા હતાં. વેજલપુર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય કિશોર ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને સંગઠનના હોદ્દેદારો સહિત 15 જેટલા દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યાં હતાં.

બાકીની આઠની સેન્સ આવતીકાલે મહત્વનું છે કે અમદાવાદ શહેરની કુલ 16 વિધાનસભાની જે બેઠકો છે. એમાંથી આજે નરોડા ,દરીયાપુર, દાણીલીમડા ,વેજલપુર નારણપુરા, અને ઘાટલોડિયા, સાબરમતી, અસારવા એમ કુલ આઠ વિધાનસભાની આજે સેન્સ લેવામાં આવી હતી. જ્યારે બાકીની આઠની સેન્સ આવતીકાલે લેવાશે. જેમાં એલિસબ્રિજ ,બાપુનગર, મણીનગર, અમરાઈવાડી , વટવા, જમાલપુર, ઠકરબાપાનગર, અને નિકોલ વિધાનસભાની સેન્સ લેશે.

નોંધનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ મતદારો 59.93 લાખ જેટલા છે. જેમાં 31.17 લાખ પુરુષ મતદારો અને 28.75 લાખ મહિલા મતદારો છે તે મુજબ 211 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.