ETV Bharat / state

યાત્રાઓ કાઢીને મતદારો સુધી પહોંચવાનો ભાજપનો પ્રયાસ, વિપક્ષના ચાબખા

author img

By

Published : Oct 15, 2022, 8:45 PM IST

Updated : Oct 16, 2022, 1:00 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly Election 2022) જીતવા માટે આ વખતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સત્તા રહેલી ભાજપ પાર્ટી જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. ચૂંટણીનું એલાન થતા પહેલા ભાજપના (Gujarat BJP Election Strategy) બે મુખ્યનેતાઓ મુખ્યપ્રધાન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હીમાં યોજાનારી મોટી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી જુદી જુદી રીતે મતાદોરને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

યાત્રાઓ કાઢીને મતદારો સુધી પહોંચવાનો ભાજપનો પ્રયાસ, વિપક્ષના ચાબખા
યાત્રાઓ કાઢીને મતદારો સુધી પહોંચવાનો ભાજપનો પ્રયાસ, વિપક્ષના ચાબખા

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી (Gujarat BJP Election 2022) કમળ ખીલવવા માટે ભાજપે દર વર્ષની જેમ યાત્રા પોલિટિક્સનો સહારો લીધો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ ભાજપે જુદા જુદા નામે યાત્રા યોજીને મતદારો સુધી પહોંચવા પ્રયાસ (Gujarat Assembly Election 2022) કર્યો છે. આ વખતે વર્ષ 2022માં ભાજપે 'ગૌરવ યાત્રા' નામ આપીને યાત્રાનું આયોજન કર્યું છે. જે ગુજરાત રાજ્યની જુદી જુદી 182 બેઠકો પર ફરી વળશે. જેમાં મોટા ચહેરાઓની સાથે સ્થાનિક નેતાઓ (Gaurav Yatra BJP) પણ પ્રચાર અભિયાનમાં જોડાશે. જોકે, ભાજપ અને યાત્રાનો ઈતિહાસ ઘણો જૂનો રહ્યો છે. એના પર એક નજર કરીએ.

યાત્રાઓ કાઢીને મતદારો સુધી પહોંચવાનો ભાજપનો પ્રયાસ

ભાજપની યાત્રાનો ઈતિહાસઃ

વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં યાત્રા: વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત મોડલ પર યાત્રાની થીમ રાખવામાં આવી હતી. જેમાં હું વિકાસ છું હું ગુજરાત છું નો સુત્ર પણ મૂકવામાં આવ્યું હતું. જે યાત્રા ગુજરાત રાજ્યના મહાનગરથી શરૂ થઈ હતી. જે પછીથી જુદા જુદા જિલ્લાઓ સુધી ફરી વળી હતી.

ગ્રામ વિકાસ યાત્રા: પ્રથમ યાત્રા 1989 ન્યાય યાત્રા મજુરો ગરીબોને વેંતન પ્રાપ્ત થયું ન હતું, તેની માંગ સાથે શરૂ કરી હતી.

સોમનાથ અયોધ્યા રથયાત્રા : રામ મંદિરના નિર્માણ માટે સોમનાથ થી અયોધ્યા સુધીની યાત્રાનું આયોજન પણ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું

એકતા યાત્રા: કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા યોજાઈ હતી જેમાં પીએમ મોદીએ લાલ ચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકવાયો હતો મુરલીમનોહર જોશી પણ સાથે રહ્યા હતા

સ્વામી વિવેકાનંદ યુવા યાત્રા: યુવાઓને વિવેકાનંદ ના વિચારો ઉતરે તેને ધ્યાનમાં લઈને ગુજરાત ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ ના યુવા નેતાઓ અને યુવા પાખ ને જવાબદારી આપવામાં આવી.

અસ્થિ કુંભ યાત્રા: ભાજપના નેતા શ્યામજી કૃષ્ણ વર્મા ની નિધન થયું હતું અને જીનીવામાં તેમના અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓ પડ્યા હતા, તે અસ્થિઓ ગુજરાતમાં લાવીને યાત્રા કરવામાં આવી જેમાં અસ્થિ કુંભ યાત્રા.. કચ્છમાંથી રવાના થઈ હતી.

વિકાસ યાત્રા: ગુજરાતના વિવિધ સેક્ટરમાં થયેલા વિકાસને ધ્યાનમાં લઈને વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી વિસ્તારમાં પણ આ યાત્રા યોજવામાં આવી હતી અને આદિવાસી સમાજનો કઈ રીતનો વિકાસ થયો છે તે બાબતને પણ વધુ ફોકસ કરવામાં આવ્યું હતું જ્યારે આ યાત્રા હાલના કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણીએ કરી હતી.

કન્યા કેળવણી યાત્રા: ગુજરાત રાજ્યમાં દીકરીઓને વધુ ભણાવવામાં આવે અને દીકરીનું બાળમરણ ન થાય તેને ધ્યાનમાં લઈને ભાજપ દ્વારા કન્યા કેળવણી યાત્રા કરવામાં આવી હતી જેમાં બેટી બચાવ યાત્રા પણ સાથે રાખવામાં.

કૃષિ યાત્રા: રાજ્યના ખેડૂતોની આવક વધુ થાય તેને ધ્યાનમાં લઈને ભાજપ દ્વારા લેબ 2 લેન્ડ સુધી પ્રક્રિયા ખેડૂતોને ખેતરે ખેતરે જઈને સમજાવવામાં આવતી હતી આ ઉપરાંત ખેડૂતો પોતાની જમીનની ગુણવત્તા જાળવવા માટે શું કરવું જોઈએ તે બાબતની પણ વિશેષ માહિતી આ યાત્રામાં ખેડૂતોને આપવામાં આવતી હતી. યાત્રા

વણથંભી વિકાસ યાત્રા: છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે ભાજપ પર વિકાસ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત મોડલને સમગ્ર દેશમાં પ્રસ્થાપિત કર્યું હતું અને વર્ણથંભે વિકાસ યાત્રાના મુદ્દા રાખીને ફરીથી વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી યોજી હતી.

સદભાવના યાત્રા: ભાજપ પક્ષ દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ને સાથે રાખીને પણ એક સદભાવના યાત્રા કરવામાં આવી હતી જેમાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તમામ જિલ્લાઓમાં 24 કલાક સુધી ને રોકાણ કર્યું હતું અને લોકો સાથે મળીને સદભાવના નવો માર્ગ અપનાવ્યો હતો જ્યારે આ યાત્રા પણ ખૂબ જ સફળ નીવડી હતી..

નર્મદા યાત્રા- જળ યાત્રા: ગુજરાતમાં ભૂતકાળમાં નર્મદા યાત્રા અને જળયાત્રાનું પણ આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં નર્મદા યાત્રામાં નર્મદા નદીનું પૂજન સ્વાગત આવકાર અને નર્મદાનું શું મહત્વ ગુજરાત માટે છે તે જ લોકોને વિશેષ રીતે સમજાવવામાં આવ્યું હતું જ્યારે આ જળ યાત્રામાં પાણીના સંદર્ભે ખાસ આ યાત્રા યોજવામાં આવી હતી જેમાં પાણી બચાવો મુદ્દો નદીમાં ચેકડેમ બનાવવા અને તળાવ ઊંડા કરવાના મુદ્દાને લોકો સુધી લઈ જવામાં આવ્યો હતો

સંવિધાન યાત્રા: ભાજપે સુરેન્દ્રનગરમાં 2010 માં સંવિધાનના 60 વર્ષ પૂર્ણ થયા બાદ સંવિધાન યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં હાથીના અંબાડી પર કોન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયાને મૂકીને યાત્રા કરવામાં આવી હતી જ્યારે આ યાત્રા દરમિયાન તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ કિલોમીટર યાત્રામાં સાથે ચાલ્યા હતા.

આ યાત્રા અંગે શું કહે છે રાજકીય પાર્ટીઓઃ.

ડબલ એન્જિન સરકારે મહત્ત્વના કાર્યો કર્યાઃ યાત્રાઓની સફળતા અંગે દરેક પક્ષનો પોતાનો એક મત છે. ખાસ કરીને ભાજપના મહામંત્રી ગોરધન ઝડફિયા ગૌરવ યાત્રા વિશે જણાવ્યું હતું કે, આ ગૌરવ યાત્રા ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાં ફરશે. અનેક જગ્યાએ સ્વાગતના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે અમુક વિધાનસભામાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર એટલે કે ડબલ એન્જિન સરકાર દ્વારા મહત્વના કાર્યો કર્યા છે તે લોકો સુધી લઈ જવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં એક 182 વિધાનસભા વિસ્તાર દીઠ એલઇડી વાહન પણ મોકલવામાં આવશે. ભાજપ કમલમ કાર્યાલયથી 50 જેટલા વિધાનસભા વિસ્તારમાં એલઇડી સિસ્ટમ ધરાવતા વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જોકે, ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લઈને પ્રચાર કરે છે.

ગૌરવ યાત્રા નહીં વિદાય યાત્રાઃ કોંગ્રેસ- ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા કહે છે કે, લોકસરમાં એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે ભાજપની આ ગૌરવ યાત્રા નહીં પરંતુ વિદાય યાત્રા છે. અણધડ વહીવટ અને બેદરકારીના કારણે ગુજરાતના નાગરિકો અનેક મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને માફી માંગવાને બદલે ભાજપ ગૌરવ યાત્રા લઈને નીકળ્યા હોવાના પણ આક્ષેપ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા આલોકો શર્માએ કર્યા હતા.

ભાજપની સ્મશાન યાત્રા: આપ- ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ આમ આદમી પાર્ટીના વક્તા યોગેશ જાદવાણીએ નિવેદન આપ્યું હતું કે, આ યાત્રામાં ભાજપના મોટા મોટા નેતાઓ હાજર રહ્યા હતા મીડિયાના માધ્યમથી જે ફોટા અને વિડીયો સામે આવ્યા છે ત્યારે યાત્રાના અનેક ખુરશીઓ ખાલી રહી છે. આ યાત્રા જ્યારે અંતિમ દિવસોમાં હશે. ત્યારે કોઈ પણ નહીં હોય અને આ ગૌરવ યાત્રા ભાજપની સ્મશાન યાત્રા બની જશે. ભાજપે ગૌરવયાત્રા નું નામ આપ્યું છે પણ શેની ગૌરવ યાત્રા ના પ્રશ્ન કર્યો હતો જેમાં જાહેર પરીક્ષાના પેપર ફૂટે, પેટ્રોલના ભાવ વધે, મોંઘવારી વધે, કર્મચારીઓ આંદોલન કરે શુ આ મુદ્દાની ગૌરવ યાત્રા હોવાના પ્રશ્ન આપ પાર્ટીએ કર્યા છે.

ભાજપ ની આવી યાત્રાઓમાં ધર્મને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સોમનાથથી રામ મંદિર યાત્રા પર આ જ પ્રકારે ભાજપે ધર્મને કેન્દ્રસ્થાને રાખીને યાત્રાનું આયોજન કર્યું હતું. ગુજરાતની ચૂંટણીમાં ફરી એક વખત ધર્મને કેન્દ્રસ્થાને રાખીને યાત્રા આયોજિત થઈ છે. પરંતુ ભાજપે આ યાત્રા પાછળ ગુજરાતમાં બદલાયેલા જન માનસ ને ધ્યાને રાખીને ફરી એક વખત ધર્મ આધારિત યાત્રાનું આયોજન કરીને સંભવત ગુજરાતમાં થવા જઈ રહેલા રાજકીય પરિવર્તનના ડરથી તેમજ હિન્દુ મતો ફરી ભાજપ તરફી એકમત થાય તે માટે આ યાત્રાનુ આયોજન કર્યું છે. ભાજપે આ યાત્રાને ધર્મની સાથે ગુજરાતના મોટા મંદિરોને સાંકળયા છે. પરંતુ આ યાત્રા થકી લોક માનસને ફેરવી શકાશે અને ગુજરાતમાં ભાજપને થવા જઈ રહેલા સંભવિત નુકસાન ને ખાળી શકવામાં આવી યાત્રાઓ મદદરૂપ થશે તેવું માનવું ભૂલ ભરેલું હશે.--ધીરૂભાઈ પુરોહિત

પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. તેમ છતાં ચુટણીના સમયમાં ગૌરવ યાત્રા કાઢવી પડે તેનાથી મોટી નાલોસી કોઈ પણ રાજ્ય સરકારની ન હોઈ શકે. પાછલા 27 વર્ષથી મતદારોની સતત ઉપેક્ષા અને લોકોની આશા અને અપેક્ષાઓમાં સરકાર ધીમે ધીમે ઉણી ઉતરી રહી છે. તેને લઈને ભાજપ એ આનન ફાનન માં આ યાત્રા કાઢી છે. પરંતુ પ્રજા હવે ચૂંટણીના સમયે ખાસ કરીને ભાજપ દ્વારા કાઢવામાં આવતી યાત્રાના રાજકારણને સમજી ચૂકી છે. ભાજપ પોતે પણ માને છે કે મોટા ભાગનો મતદાર વર્ગ તેમનાથી નારાજ છે. તેને ગુજરાત ગૌરવ યાત્રા કે જે ધર્મસ્થાનો ને જોડી રહી છે. તેનાથી નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં સોમનાથ થી કાઢવામાં આવેલી યાત્રા થી સમગ્ર દેશમાં ભાજપને હિંદુ ધાર્મિક મતોના ધ્રુવીકરણ નું 100% ફાયદો થયો હતો પરંતુ ગુજરાત ગૌરવ યાત્રાથી મતદાનમાં ફાયદો થશે. તેવું માનવું ગુજરાત સરકારનું ભૂલ ભરેલું અનુમાન હશે--વરિષ્ઠ પત્રકાર વિજય પીપરોતરે

Last Updated : Oct 16, 2022, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.