ETV Bharat / state

અમદાવાદ પૂર્વની બેઠક પર 30 વર્ષથી ભાજપનો ઉમેદવાર બને છે વિજેતા - Bharat Panchal

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ચૂંટણીપ્રચાર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે અમદાવાદ પૂર્વની બેઠક પર શું થશે, ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર આવશે, તે હજુ સસ્પેશન છે. પરંતુ છેલ્લા 30 વર્ષથી અમદાવાદ પૂર્વની બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને આ બેઠક પરથી ભાજપના જ ઉમેદવાર સતત જીતતા આવ્યા છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી અભિનેતા પરેશ રાવલ જંગી બહુમતીથી જીત્યા હતા. જો કે આ વખતે 2019માં ભાજપ પરેશ રાવલને રીપીટ નહી કરે, તેવી શકયતા વધુ છે.

design Photo
author img

By

Published : Mar 21, 2019, 8:00 AM IST

અમદાવાદ પૂર્વની બેઠકમાં નિકોલ અને ઠક્કરબાપા નગર વિસ્તાર પાટીદાર મતદારોનો બહુમતી છે અને તે પછી આ વિસ્તારમાં દલિત મતદારોની સંખ્યા પણ વધારે છે. નરોડા, બાપુનગર, વટવા બેઠકમાં પરપ્રાંતિયનું વર્ચસ્વ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક ઠાકોર અને દલિત મતદાનોનું પ્રભુત્વ ધરાવે છે. નરોડા બેઠક પર સીંધી અને પાટીદાર મતદારો વધુ છે. જ્યારે વટવા અને બાપુનગર વિસ્તાર પર લઘુમતી મતદારો વધુ છે. ટૂંકમાં અમદાવાદ પૂર્વની બેઠક દલિત, પટેલ, ઓબીસી, લઘુમતિ અને પરપ્રાંતિય મતદારો નિર્ણાયક રહે છે.

અમદાવાદ પૂર્વની બેઠકમાં કુલ મતદારોની સંખ્યા 17.87 લાખની છે. જે પૈકી 2.36 લાખથી વધુ દલિત, 2.06 લાખથી વધુ પાટીદારો, 1.19 લાખથી વધુ મુસ્લિમ, 2.30 લાખથી વધુ ઓબીસી મતદારો છે. તેમજ બે લાખથી વધુ મતદારો પરપ્રાંતિય છે. આ સિવાય સીંધી અને વિશ્વકર્મા સમાજના લોકો વસે છે.

2009ના સીમાંકન પછી અમદાવાદની બેઠક બે બેઠકમાં વહેંચાઈ ગઈ હતી. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ… પણ જ્યારે અમદાવાદની લોકસભાની એક બેઠક હતી, ત્યારે એટલે કે 30 વર્ષ પહેલા કોંગ્રેસના ઉમેદવાર હરુનભાઈ મહેતા છેલ્લે 1984માં વિજેતા બન્યા હતા. 1989 પછી આ બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો છે.

વર્ષ 1952થી લઈને છેક વર્ષ 1971 સુધી સતત 6 વખત આ બેઠક પર મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિક જીત્યા હતા. બે વાર તેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા અને 3 વખત તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેમજ એક વાર તેઓ નુતન મહાગુજરાત જનતા પરિષદના નેજા હેઠળ વિજેતા થયા હતા.

2014ની વાત કરીએ તો ભાજપના પરેશ રાવલને 6,33,582 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 3,06,949 મત મળ્યા હતા. આમ ભાજપના પરેશ રાવલ 3,26,633 મતથી વિજેતા થયા હતા.

2014ની લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા પરેશ રાવલને તેમના જ મત વિસ્તારમાં કેટલી વાર અપમાન સહન કરવું પડ્યું છે, એટલે કે તેઓ અમદાવાદ પૂર્વના મતદારોના મન જીતવામાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લા 5 વર્ષના શાસનમાં પરેશ રાવલ તેમના મતવિસ્તારમાં આવ્યા નથી, તેથી અનેક વિવાદો સામે આવ્યા હતા. પરેશ રાવલ દ્વારા કાર્યકરોના કોઈ કામ ન થતાં કાર્યકરો પણ નિરાશ થયા છે. ચાંદખેડામાં અમારા સાંસદ પરેશ રાવલના ફોટા સાથે ગુમ થયાના પોસ્ટર પણ લાગ્યા હતા. જો કે પાછળથી એ વાત સામે આવી હતી કે યુથ કોંગ્રેસ દ્વારા આવા પોસ્ટર લગાડ્યા હતા પણ પરેશ રાવલ ચાંદખેડાની એક સોસાયટીમાં ગયા ત્યારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પક્ષમાં જ પરેશ રાવલની જગ્યાએ ટિકીટ મેળવવા ઈચ્છતાં લોકોએ લોબિંગ શરૂ કરી દીધું છે. અમદાવાદ પૂર્વની જનતા પણ ઈચ્છે છે કે આયાતી ઉમેદવાર નહી પણ સ્થાનિક ઉમેદવાર હોય તો અમદાવાદ પૂર્વના પ્રશ્નોને સમજીને આ વિસ્તારના વિકાસના કામો થાય.

2014ની લોકસભાની ચૂંટણીનું પરિણામ

પક્ષ ઉમેદવાર મેળવેલા મત ટકા

ભાજપ પરેશ રાવલ 6,33,582 64

કોંગ્રેસ હિંમતસિંહ પટેલ 3,06,949 31

આપ દિનેશ વાઘેલા 11,349 1.15

બીએસપી રાજુભાઈ રોહિત 6,023 -

નોટા - 14,358 1.46

Intro:Body:

અમદાવાદ પૂર્વની બેઠક પર 30 વર્ષથી ભાજપનો ઉમેદવાર બને છે વિજેતા 

ગ્રાફ

અમદાવાદ પૂર્વ બેઠક

2014ની લોકસભાની ચૂંટણીનું પરિણામ

પક્ષ             ઉમેદવાર                મેળવેલા મત     ટકા

ભાજપ        પરેશ રાવલ              6,33,582        64

કોંગ્રેસ        હિંમતસિંહ પટેલ        3,06,949        31

આપ          દિનેશ વાઘેલા                11,349          1.15

બીએસપી   રાજુભાઈ રોહિત             6,023           -

નોટા              -                              14,358         1.46

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.