- અમદાવાદમાં પાર્શ્વનાથ પરમાત્માનો જન્મ મહોત્સવ ઉજવાયો
- જૈન સમાજમાં પરમાત્માના જન્મ મહોત્સવનું રહેલું છે આગવું મહત્વ
- કરવામાં આવ્યા તપ-જપ-આરાધના
અમદાવાદઃ જૈન સમાજમાં પાશ્વનાથ પરમાત્માના જન્મ મહોત્સવ નું આગવું મહત્વ બતાવવામાં આવ્યું છે જે અંતર્ગત આજે પાર્શ્વનાથ ભગવાનના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના નવરંગપુરા જૈન સંઘમાં વિશિષ્ટ ઉપર આરાધના અને તપસ્યા શાક સાથે જ કોરોના મહામારીમાં લોકોને શાતા (શાંતિ) મળે તેવા હેતુસર તપ-જપ કરવામાં આવ્યા હતા.
ભગવાન પાર્શ્વનાથ પરમાત્માનો જન્મોત્સવ ઉજવાયો
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જૈન જિનાલયમાં ભગવાન પાર્શ્વનાથ પરમાત્માનો જન્મોત્સવ ઉજવાયો હતો. રંગેચંગે ઉજવવામાં આવેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો જોડાયા હતા. પાશ્વનાથ પરમાત્માના જન્મ મહોત્સવ નવરંગપુરા જૈન સંઘ દ્વારા શંખેશ્વર પરમાત્માની ભાવયાત્રા ઉજવવામાં આવી હતી. જેમાં પરમાત્મા પાર્શ્વનાથનો પરિચય અને દ્રષ્ટાંતો બતાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ પ્રથમ દિવસે વિશિષ્ટ અંગરચના અને પરમાત્માના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જન્મોત્સવમાં પરમાત્માનું વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો.
નવરંગપુરા સંઘમાં તપ-જપ-આરાધના કરવા પાછળનું કારણ ?
જૈન સમાજમાં તપ-જપ આરાધનાનું વિશિષ્ટ મહત્વ પહેલાથી જ જોડાયેલું છે પરંતુ પાશ્વનાથ પરમાત્માના જન્મ કલ્યાણ હોવાના નિમિત્તે નવરંગપુરા જૈન સંઘમાં વિશિષ્ટ આરાધનાના ભાગરૂપે જૈન આરાધકો દ્વારા ઉપવાસ અને એક આસનો કરવામાં આવ્યું હતું. જૈન આરાધકો સતત ત્રણ દિવસ સુધી અઠ્ઠમ તપનું ઉગ્ર આરાધના જેમાં સતત ત્રણ દિવસ સુધી ઉપવાસ કરશે. તો બીજી તરફ કેટલાક આરાધકો સતત ત્રણ દિવસ સુધી એક જ ટાઈમનું ભોજન કરશે. જેમાં પ્રથમ દિવસે સાકરનું પાણી બીજા દિવસે ખીર ત્રીજા દિવસે સંપૂર્ણ ભોજન સાથે ત્રીદિવસે એકાસણું કરશે. તો ચોથા દિવસે તમામ આરાધકોને પારણું કરાવવામાં આવશે. આ તમામની પાછળનો એક મુખ્ય ઉદ્દેશ એક જ રહેલો છે કે, દેશમાં જે રીતે કોરોના મહામારી સર્જાઇ રહી છે. જેનો આતંક ખૂબ જ વ્યાપક વધી રહ્યો છે. તેમાંથી લોકોને છુટકારો મળે, કોરોના સંક્રમિત દર્દીઓને પરમાત્માની શાતા મળે અને આરાધના અને તપ-જપના બળે દેશમાંથી કોરોના વાઇરસ નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
જન્મ મહોત્સવમાં ક્યાંથી આવ્યા વિશિષ્ટ રંગોળી કરનાર?
પરમાત્માના જન્મ મહોત્સવને ધ્યાનમાં રાખી જૈન સંઘ દ્વારા વિશિષ્ટ રચનાના ભાગરૂપે કલકત્તાથી ફૂલો મંગાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ જન્મોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરતથી રંગોળી કરનારાને બોલાવવામાં આવ્યા હતા. સુરતથી આવેલા રંગોળી કરનારા વિશાળભાઈ છેલ્લા 5 વર્ષોથી સતત ગહૂલી અને રંગોળીઓ કરી રહ્યા છે. તેઓએ 2300 કિલો ચોખાની ગહૂલી જૈન સમાજનું સૌથી મોટું તીર્થ પાલીતાણામાં કરવામાં આવી હતી.