અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022) બીજા ફેજની ચૂંટણી તારીખ 5 ડિસેમ્બરના રોજ યોજવાની છે. જેને લઇ આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન (Bhagwant Mann) આગામી 6 દિવસ ગુજરાત વિવિધ શહેરોમાં સભા તેમજ રોડ શો કરશે.
ચૂંટણીના પ્રચારના પડઘમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) એક સપ્તાહથી પણ ઓછો સમય છે. ત્યારે આવતીકાલે ફેઝ 1ની ચૂંટણીના પ્રચારના પડઘમ પર આચારસંહિતા લાગી દેવામાં આવશે. તમામ રાજકીય પાર્ટી ફેઝ 2ના ચૂંટણી પ્રચાર પ્રસારની શરૂઆત કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ ફેસબની પ્રચારની શરૂઆત કરશે. પંજાબના મુખ્યપ્રધાન ભગવતમાન આગામી છ દિવસ વિવિધ શહેરોની અંદર રોડ શો અને સભાઓ સંબંધ છે.
ભગવંત માન ગુજરાતના પ્રવાસે પંજાબ આમ આદમી પાર્ટી પાર્ટીના મુખ્યપ્રધાન ભગવંત માન આગામી 6 દિવસ એટલે કે તારીખ 28 નવેમ્બરથી લઇ તારીખ 3 ડીસેમ્બર સુધી મધ્ય ગુજરાતનાં વિવિધ શહેરોમાં રોડ શો તેમજ જંગી સભાને સબોધિત કરશે. જેમાં ભગવંત માન તારીખ 28 નવેમ્બરના રોજ બાલાસિનોર, લુણાવાડા, મોરવા હડફ, ઠાસરા અને વડોદરા રોડ શોમા ભાગ લેશે. જ્યારે તારીખ 26 નવેમ્બરના રોજ લીમડી, બોટાદ, વઢવાણ, દસાડા અને વિરમગામ રોડ શોમા ભાગ યોજશે.
રોડ શો કરશે તારીખ 30 નવેમ્બર ઉત્તર ગુજરાતમાં ભગવંત માન તારીખ 30 નવેમ્બરના રોજ ચાણસ્મા, પાટણ, ડીસા, દિયોદર અને વાવ રોડ શોમાં રોડ શો યોજશે. જ્યારે તારીખ 1 ડિસેમ્બરના રોજ અમદાવાદ , માણસા, વિજાપુર, વિસનગર ખાતે રોડ શો યોજશે. જ્યારે તારીખ 2 ડિસેમ્બરના રોજ બાયડ, મોડાસા, ભિલોડા, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ ખાતે રોડ શો કરશે.અને 3 ડિસેમ્બરના રોજ ગરબાડા, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, અને સંતરામપુર રોડ શોમાં ભાગ લેશે.