ETV Bharat / state

PM Modi Gujarat Visit: PM મોદીને આવકારવા મહિલાઓએ બનાવ્યું 100 ફૂટ લાંબુ બિન્દી મોઝેક - PM Svanidhi Yojana

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના પ્રવાસે આવશે. ત્યારે તેમના આગમન માટે પીએમ સ્વનિધિ યોજનાના (PM SVANidhi Scheme) લાભાર્થી મહિલાઓ 100 ફૂટ લાંબુ બિન્દી મોઝેક (Bindi mosaic in Vadodara) બનાવી રહી છે.

PM Modi Gujarat Visit: વડાપ્રધાનને આવકારવા મહિલાઓએ બનાવ્યું 100 ફૂટ લાંબુ બિન્દી મોઝેક

author img

By

Published : Jun 16, 2022, 1:37 PM IST

Updated : Jun 16, 2022, 8:41 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરાના મહેમાન (PM Modi Gujarat Visit) બનશે. ત્યારે તેમના આગમનની તૈયારીના ભાગરૂપે મહિલાઓ 100 ફૂટ લાંબુ બિન્દુ મોઝેક બનાવી રહી છે. આ તમામ મહિલાઓ પીએમ સ્વનિધિ યોજનાની (PM SVANidhi Scheme) લાભાર્થીઓ છે.

PM Modi Gujarat Visit

આ પણ વાંચોઃ વડાપ્રધાને ગુજરાત મુલાકાત દરમિયાન પટેલ અને પાટીલની જોડીને કેમ વખાણી?

100 ફૂટ લાંબુ કલા ચિત્ર - પી.એમ.સ્વનિધિ યોજના શરૂ કરનારા વડાપ્રધાનને ઉમળકા સાથે આવકારવા અને હ્રદયપૂર્વક તેમનો આભાર માનવા આ બહેનો 100 ફૂટ લાંબુ કલા (100 feet long art painting) ચિત્ર, સૌભાગ્યના પ્રતિક રૂપ બિન્દીઓને કાપડ પર ચિપકાવીને બિન્દી મોઝેક બનાવી (Bindi mosaic in Vadodara) રહી છે. યાદ રહે કે કોરોના કાળમાં ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી.

બિન્દી મોઝેક
બિન્દી મોઝેક

વડાપ્રધાનનો આભાર કલા સર્જન દ્વારા - તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરકારે પીએમ સ્વનિધી યોજના શરૂ કરાવીને નાના ધંધા રોજગાર કરનારાઓને રૂપિયા 10,000 કે રૂપિયા 20,000ની મૂડી રોજગારી વિષયક પ્રવૃત્તિઓ શરૂ કરવા ખૂબ સરળતાથી ઉપલબ્ધ કરાવી હતી. આ યોજનાના લાભાર્થીઓમાં વડોદરા શહેરની બહેનોની મોટી સંખ્યા છે.આ બહેનો સંકટમાંથી ઊગારનારી આ યોજનાના પ્રણેતા વડાપ્રધાનનો આભાર કલા સર્જન દ્વારા માની રહી છે. વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયા તથા મ્યુનિસીપલ કમિશનર શાલિની અગ્રવાલે આ બહેનોના કલા સર્જનનું નિરીક્ષણ કરીને તેમને પ્રોત્સાહિત કરી હતી.

બિન્દી મોઝેક
બિન્દી મોઝેક

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : વર્ષો પછી પીએમ મોદી અહીં કરશે દર્શન, અન્ય કયા કાર્યક્રમ ગોઠવાયાં તે જાણો

યોજનાનો લાભ આપવા ખાસ અભિયાન - ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાએ શહેરી જરૂરિયાતમંદોને આ યોજનાનો સરળ લાભ આપવા ખાસ અભિયાન ચલાવ્યું હતું. તેના હેઠળ 6722 મહિલાઓ સહિત કુલ 17236 લાભાર્થીઓને જામીનગીરી વગર અને નજીવા વ્યાજ થી ધિરાણ દ્વારા મૂડી પૂરી પાડવામાં આવી હતી. સૂક્ષ્મ ધિરાણની આ સુવિધાથી તેમની કોરોનાથી આડા પાટે ચઢેલી જીવન નૈયાને સીધા માર્ગે લાવવામાં ખૂબ મદદ મળી હતી.સીમા ચૌહાણ, શર્મિષ્ઠા ભટ્ટ સહિતની મહિલા લાભાર્થીઓએ આ યોજનાના પ્રણેતા વડાપ્રધાનને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

Last Updated : Jun 16, 2022, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.