ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે વિજય મેળવ્યો હતો. ભુપેન્દ્ર પટેલની 2.0 નવી સરકારમાં 23 થી 25 પ્રધાનોને સ્થાન આપવામાં આવશે તેવી વાતો શપથવિધિ પહેલા વહેતુ થઈ હતી પણ સપથવિધિમાં ફક્ત 17 જેટલા પ્રધાનો સાથેનું ભુપેન્દ્ર પટેલે સરકાર બનાવી છે. હવે છેલ્લા 6 મહિનાથી ખાલી પડેલા સરકારના બોર્ડ નિગમો ભરવાની તૈયારીઓ ભાજપ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જેમાં 70 જેટલા બોર્ડ નિગમોમાં પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવશે.
કયા ધારા ધોરણે બોર્ડ નિગમો ભરવામાં આવશે: બોર્ડ નિગમમાં નિમનુકના ધારા ધોરણની વાત કરવામાં આવે તો આ વખતે ભાજપ પક્ષ દ્વારા જે જિલ્લાને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું નથી તેવા જિલ્લામાંથી જ્ઞાતિ પ્રમાણે અને બોર્ડ પ્રમાણે પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવશે. ગુજરાતમાં 33 જિલ્લામાંથી ફક્ત 12 થી 13 જિલ્લાને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે. બાકી રહેલા જિલ્લાઓના પ્રતિનિધિઓને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણ બાદ સત્યવર રીતે બોર્ડ નિગમની નિમણુંક કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે બોર્ડ નિગમ પદાધિકારીઓના લગભગ નક્કી થઈ ગયા છે ત્યારે ફક્ત ઔપચારિક જાહેરાત જ બાકી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા રાજીનામા: ભાજપ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બોર્ડ નિગમના તમામ ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોના અચાનક રાજીનામા લેવામાં આવ્યા છે. 45 થી વધુ ડિરેક્ટરોના અચાનક રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે આગેવાનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ પ્રાપ્ત કરી શક્યા ન હતા તેવા તમામ નારાજ સભ્યો આગેવાનોને સાચવવા માટે સરકાર દ્વારા ટુક સમયમાં 70 જેટલા બોર્ડ નિગમમાં નિમણુંક આપવામાં આવશે.
કયા બોર્ડ નિગમો ખાલી?: ગુજરાત વક્ફ બોર્ડ, મેરી ટાઈમ બોર્ડ, મહિલા આયોગ, બાલ મહિલા આયોગ, ગોપાલક મંડળ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડ, ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, રાજ્ય પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન, ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કૃષિ બજાર બોર્ડ, રાજ્ય આયોજન પંચ, પોલીસ આવાસ નિગમ, બિન અનામત વર્ગ આયોગ, રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન, સિવિલ સપ્લાય આયોગ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, GPSC, બાકી અનેક નિગમો બોર્ડ નિગમમાં જગ્યાઓ ખાલી પડી છે.
આ પણ વાંચો ST Sangamam: હ્રદયસ્પર્શી દ્રશ્યો, બાદલપરાના લોકોને અભિનંદન, પીએમ મોદી વીડિયો નીહાળી ભાવૂક થયા
લોકસભા ચૂંટણી પહેલા થઈ શકે નિમણુંક: ગુજરાત સરકારના બોર્ડ નિગમ બાબતે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 જેવી બેઠકો પ્રાપ્ત થઈ છે. જેથી વિરોધનું કોઈ વાતાવરણ નથી અને અનેક એવા જિલ્લાઓ છે જેને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું નથી પરંતુ વિપક્ષ નબળો છે અને પક્ષમાં કોઈ વ્યક્તિ બળવો કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જેથી બોર્ડ નિગમનો કોઈપણ દબાણ કરી શકે તેવી પરિસ્થિતિ ભાજપમાં નથી પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા તમામ જિલ્લાઓને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય અને લોકસભામાં સારું પ્રદર્શન થઈ શકે તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકાર અને ભાજપ પક્ષ બોર્ડ નિગમની નિમણૂક કરી શકે તેમ છે.'
આ પણ વાંચો Lok Sabha Election : એક દિવસીય કાર્યશાળાના આયોજનમાં પાટીલ ભાઉની કાર્યકર્તાઓને ટિપ્સ