ETV Bharat / state

Ahmedabad News: બાંગ્લાદેશી મહિલાને ગેરકાયદે રીતે ભારત લાવી પતિ અને દિયરે દેહ વ્યપારમાં ધકેલી, ઘરમાં અલગ-અલગ ગ્રાહકો પતિ સામે ગુજારતા દુષ્કર્મ - husband and brother forced into prostitution

બાંગ્લાદેશી મહિલાને ગેરકાયદે રીતે ભારત લાવી પતિ અને દિયરે દેહવેપારમાં ધકેલી હોય તેવી ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઘરમાં અલગ અલગ ગ્રાહકો પતિ સામે દુષ્કર્મ ગુજારતા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ થઇ છે.

bangladeshi-woman-illegally-brought-to-india-by-her-husband-and-brother-forced-into-prostitution

author img

By

Published : Aug 6, 2023, 6:25 AM IST

અમદાવાદ: બાંગ્લાદેશની મહિલાને પતિ અને પતિના કૌટુબિક ભાઇએ દેહવ્યાપારમાં ધકેલી હોવાની ઘટના સામે આવી છે. મહિલા દોઢ વર્ષ પહેલા ગેરકાયદે રીતે ભારતમાં આવી હતી. રૂપિયાની લાલચમાં તેના જ પતિ અને પતિના કૌટુંબિક ભાઇએ તેની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવ્યો હતો. કૌટુંબિક ભાઇએ મહિલા સાથે અનેકવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા. આ અંગે નિકોલ પોલીસે તમામ લોકો સામે ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ: પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પતિએ સુરત લઇ જઇને હોટલમાં રાખીને બહારથી ગ્રાહકોને બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવ્યો હતો. જે બાદ મહિલાએ અમદાવાદના એક શખ્સનો સંપર્ક કરીને તેના ઘરે રહેવા આવી હતી તેણે પણ મહિલાને દેહવ્યાપારમાં ધકેલી હતી. જેથી કંટાળીને મહિલાએ સમગ્ર હકીકત બાંગ્લાદેશમાં રહેતા તેના માતા-પિતાને જણાવી હતી. આ અંગે નિકોલ પોલીસે તમામ લોકો સામે ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

શું બની સમગ્ર ઘટના?: મૂળ બાંગ્લાદેશની મહિલા છેલ્લા દોઢ વર્ષથી ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવી હતી. તેના લગ્ન જોસીમ શેખ નામના યુવક સાથે થયા હતા. મહિલા પતિ સાથે અમદાવાદ રહેવા આવી હતી જ્યાં તેના પતિના કાકાનો દીકરો શાઇદુલ મળ્યો હતો. જે બાદ બંને પતિ પત્નીને શાઇદુલ વસ્ત્રાલ ખાતે રહેવા માટે લઇ ગયો હતો. જ્યાં પતિ અને શાઇદુલે મહિલાને દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. શાઇદુલ બહારથી ગ્રાહકો લાવીને મહિલા સાથે દેહ વ્યાપારનો ધંધો કરવતા હતા. જ્યારે જે રૂપિયા આવતા તેમાંથી શાઇદુલ અડધા રૂપિયા લઇ લેતો હતો. તેમજ જે મકાનમાં મહિલા રહેતી હતી ત્યાં શાઇદુલ અન્ય યુવતીઓને લાવીને દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો. શાઇદુલે પણ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

દેહવ્યાપારમાં ધકેલી: તેનો પતિ તેને સુરત લઇ ગયો હતો ત્યાં હોટલમાં રાખીને ગ્રાહકોને બોલાવીને દેહવ્યાપારનો ધંધો કરાવતો હતો. જે બાદ પતિ તેને હોટલમાં જ મૂકીને નાસી ગયો હતો. જે બાદ મહિલાએ અમદાવાદમાં એક શખ્સનો સંપર્ક કર્યો હતો. પણ શખ્સે મહિલાને દેહવ્યાપાર કરાવ્યો હતો. બાંગ્લાદેશમાં રહેતા તેના માતા-પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. અને બાંગ્લાદેશ પરત આવવા આજીજી કરી હતી. આ સમગ્ર મામલે નિકોલ પોલીસે તમામ લોકો સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી જાટે ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

  1. Ahmedabad Crime News : મિત્રતાના સંબંધ પર કલંક, નરાધમે મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યો
  2. Dahod Crime : બાળ તસ્કરીના કેસમાં દાહોદ પોલીસે બે આરોપીની કરી ધરપકડ, આંતરરાજ્ય નેટવર્ક ખુલ્યું

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.