અમદાવાદ: બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદના વટવામાં શિવમહાપુરાણમાં ભાગ લીધા ભાગ બાગેશ્વર બાબા સુરતની મુલાકાતે છે. જ્યાં 26 અને 27 મેના રોજ દિવ્ય દરબાર અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 28મીએ અમદાવાદ પરત આવશે અને તેઓના આગામી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જોકે તે પહેલા તેઓ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે જવાના છે.
બાબા બાગેશ્વર મા અંબાના કરશે દર્શન: બાબા બાગેશ્વર આગામી દિવસોમાં 28મી મેના રોજ ગાંધીનગર અને 29-30મે ના રોજ અમદાવાદમાં, જે બાદ 1-2 જૂન રાજકોટ અને બાદમાં વડોદરા ખાતે દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહેશે. જોકે આ વચ્ચે તેઓ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરશે. ઈસ્કોન ગૃપના ચેરમેન પ્રવિણ કોટકે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે સત્તાવાર માહિતી આપી હતી.
'બાબા બાગેશ્વર હાલ ગુજરાતમાં છે અને તેઓ અંબાજી દર્શન ખાતે જવાના છે. બાદમાં રાત્રે તેઓ અમદાવાદ આવીને ગાંધીનગર ખાતે દિવ્ય દરબારમાં જશે અને રાત્રી વિશ્રામ કોટક હાઉસમાં રહેશે.' - પ્રવિણ કોટક, ઈસ્કોન ગૃપના ચેરમેન
બાબા બાગેશ્વરનું શિડ્યુલ: સુરતમાં દિવ્ય દરબાર પૂર્ણ કરીને 28મીએ સવારે 8 વાગે તેઓ સુરતથી હવાઈ માર્ગે અમદાવાદ આવશે અને 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટર મારફતે અંબાજી માટે રવાના થશે. સવારે 11:30 કલાકે તેઓ દાંતા હેલીપેડ ખાતે પહોંચશે અને 12:15 વાગે અંબાજી મંદિર ખાતે મા અંબાના દર્શન કરશે. જે બાદ બપોરે 1 કલાકે તેઓ અંબાજી ખાતે આવેલી ઈસ્કોન અંબેવેલીમાં વિશ્રામ માટે જશે અને બાદમાં 3 વાગે અંબાજીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ આવવા રવાના થશે અને સાંજે 4:30 કલાકે અમદાવાદ પહોંચી વિશ્રામ કરીને સાંજે ઝુંડાલ ખાતે તેઓના દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહેશે.
- Baba Bageshwar in Gujarat: બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટરો, રાજકોટ આવશે બાબા
- Baba Bageshwar in Gujarat : સુરતમાં બાબા બાગેશ્વર જે ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે, તે કંઇક આ પ્રકારનું હશે
- Baba Bageshwar in Gujarat: બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ લેવા લોકોની પડાપડી, વહેલી સવારથી લાઈનો