અમદાવાદ: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એક યા બીજી રીતે ચર્ચામાં રહે છે. હવે તેના ગુજરાત પ્રવાસને લઈને અનેક પ્રકારની વાત થઈ રહી છે. ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધના માહોલ વચ્ચે એના કાર્યક્રમો રાજ્યના મહાનગરમાં થવાના છે. પાટનગર ગાંધીનગર શહેરમાં એમના કાર્યક્રમના એક દિવસ પહેલા ગુરુવંદના મંચ તરફથી એમને સમર્થન આપતો કાર્યક્રમ યોજાશે. રાઘવ ફાર્મમાં આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આશરે 15000 જેટલા લોકો આવે એવા એંધાણ છે. એટલું જ નહીં આ દરબાર માટે જાણીતા રાજકીય નેતાઓને પણ આમંત્રણ પાઠવ્યું છે.
દિવ્ય દરબારનું આયોજન: ડી.જી. વણઝારા ગુરુ વંદના મંચના પ્રમુખે આપેલી માહિતી અનુસાર તારીખ 28 મે ના રોજ સાંજે 5 વાગ્યાથી લઈને મોડી રાત સુધી દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય દરબારમાં જનસમુદાય સાથે સમગ્ર ગુજરાતમાં સાધુ સંતો પણ હાજર રહેશે. બાબા બાગેશ્વર જે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કરી રહ્યા છે. ગુરુ વંદના મનસુખ દ્વારા પણ સ્ટેજ ઉપરથી બાબા બાગેશ્વરને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવશે. ગુરુ વંદના મંચ પણ રાજસત્તાની સાથે ધર્મસત્તાની વાત કરે છે. જેથી અમે બાબા બાગેશ્વર સમર્થન આપીએ છીએ.
"ગુરુ વંદના મંચ દ્વારા સનાતન હિંદુ ધર્મની વાત કરવામાં આવી રહી છે. બાબા બાગેશ્વર દેશના શહેરોમાં દિવ્ય દરબાર યોજીને સનાતન હિન્દુ રાષ્ટ્રધર્મની વાત ઉજાગર કરી રહ્યા છે. ત્યારે બાબા બાગેશ્વર આગામી સમયમાં ગુજરાતના ચાર શહેરોની અંદર દિવ્ય દરબાનુ આયોજન કર્યું છે ત્યારે હવે ગાંધીનગરના ઝુંડાલ રાઘવ ફાર્મમાં એક દિવસ માટે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે" -- ડી.જી. વણઝારા (ગુરુ વંદના મંચના પ્રમુખ)
પોલીસ સુરક્ષાની માંગ: ઝુંડાલ પાસે આવેલા રાઘવ ફાર્મમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય દરબારમાં અંદાજિત 15000 જેટલા લોકો કેપેસિટી ધરાવતું મેદાન હોવાથી અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પોલીસ સુરક્ષાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુરુ વંદના મંચ સમર્થકો પણ સુરક્ષા રહેશે. આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે ગુજરાત રાજ્યના તમામ મોટા સાધુ સંતો તેમજ મોટી સામાજિક સંસ્થાના આગેવાન પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ મહેમાન 28 તારીખે સાંજે 4 વાગે રાઘવ ફાર્મમાં પહોંચશે. આ કાર્યક્રમ થકી રાષ્ટ્ર વંદના, મંચના ધર્મ રક્ષક, જાગૃત હિન્દુ, નાગરિકો અને હિંદુ બુદ્ધિજીવીઓ પણ હાજર રહેશે.