અમદાવાદઃ લોકડાઉન દરમિયાન પણ વોટર ATM સ્થાનિક ગ્રામીણોની પીવાના સ્વચ્છ અને સુરક્ષિત પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. તેમજ પ્લાન્ટનું નિયમિત સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે નિયમો પણ જાળવવામાં આવે છે.
વોટર ATM ઓટોમેટિક વોટર વેન્ડિંગ મશીન છે, જે ક્લીન આરઓ ફિલ્ટર્ડ, ચિલ્ડ ડ્રિન્કિંગ વોટર આપે છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે આ વોટર ATM સ્થાપિત કરવા પિરામલ વોટર પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું હતું. તેમજ કમળો, ડાયેરિયા, ટાઇફોઇડ વગેરે જેવા પાણીજન્ય રોગોનું પ્રમાણ ઘટ્યું છે.