ETV Bharat / state

કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક, મારામારી વાહનોની તોડફોડ કરનાર ઝડપાયા - કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક

અમદાવાદના કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક (assault case in Krishnanagar) સામે આવ્યો છે. કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક કાર પર પથ્થર વાગતાં ફરીયાદી (Ahmedabad Crime News) તેના મિત્રોને લઈને ઘટના સ્થળે પહોંચતા ત્યાં બેઠેલા આરોપીઓએ ઝઘડો કરીને મારામારી કરી હતી. (Krishnanagar vehicle Throw stones)

કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક, મારામારી વાહનોની તોડફોડ કરનાર ઝડપાયા

author img

By

Published : Jan 10, 2023, 5:12 PM IST

કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક

અમદાવાદ : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવનાર શખ્સોની પોલીસે ધરપકડ (Ahmedabad Crime News) કરી છે. સેન્ટ મેરી સ્કૂલ પાસે વાહન લઈને ફરીયાદી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક તેઓની ગાડી પર કોઈએ પથ્થર માર્યો હોવાની શંકા જતા તેઓ પોતાના અન્ય મિત્રોને લઈને ફરી વાર તે જ જગ્યાએ ગયા હતા. તે સમયે ત્યાં બેઠેલા આરોપીઓને પોતાની પર હુમલો થશે તેવું લાગતા તેઓએ ફરિયાદી અને તેના મિત્રો સાથે ઝઘડો કર્યો હતો. જેમાં હરિશ્ચંદ્રસિંહ વાઘેલા, યશપાલ સિંહ વાઘેલા, પરાક્રમ સિંહ ઉર્ફે લાખો, યોગેન્દ્રસિંહ વાઘેલાએ મારામારી કરતા કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ અને ફરિયાદી એકબીજાને ઓળખતા ન હોવાનો ખુલાસો થયો છે. જોકે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે.(assault case in Krishnanagar)

આ પણ વાંચો મધ્યપ્રદેશથી ધાડપાડૂ આંતરરાજ્ય ગેંગને ઉઠાવી લાવી સુરત પોલીસ

શું હતો સમગ્ર મામલો શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં 7મી જાન્યુઆરીના રોજ એક યુવક કૃષ્ણનગર વિસ્તારમાંથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ તેની ગાડી ઉપર એક પથ્થર વાગતા તેને લાગ્યું હતું કે ત્યાં આસપાસમાં બેઠેલા વ્યક્તિઓએ આ પથ્થર તેની કાર (vehicle Attack in Krishnanagar) ઉપર ફેંક્યું હોય, જેથી કરીને તે પોતાના મિત્રો પાસે ગયા હતા અને મિત્રોને લઈને ત્યાં ઘટના સ્થળે પહોંચતા ત્યાં બેઠેલા આરોપીઓને એવું લાગ્યું હતું કે ફરિયાદી તેઓને માર મારશે. જેથી આશંકાના આધારે તેઓએ પણ ફરિયાદી પાસે ઝઘડો કરીને મારામારી કરી હતી. જે સમગ્ર મામલે બેથી ત્રણ યુવકોને ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. (Krishnanagar vehicle Throw stones)

આ પણ વાંચો મોબાઈલ સ્નેચિંગ કરતો 'શાહરૂખ' ઝડપાયો, સરખેજ પોલીસે ભણાવ્યો પાઠ

આશંકાના આધારે ઘટનાને અંજામ આપ્યો આ ઘટનાની ગંભીરતાને લઈને કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરીને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે ગુનામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેમજ તેઓએ અન્ય કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI બી.એમ. પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખતા નથી, પરંતુ એકબીજા પર આશંકાના આધારે તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે હાલ આ મામલે આરોપીઓની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી ઘટનાના મૂળ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરાઇ છે. (vehicle Throw stones in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.