અમદાવાદ: મોરબીમાં બનેલી બ્રિજ દુર્ઘટના ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે અમદાવાદમાં પણ તેવી ઘટના બને તે પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સામાન્ય બ્રિજની આયુષ્ય 20 વર્ષનું હોય છે પરંતુ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવેલ મહારાણા સત્રપતિ શિવાજી મહારાજ માત્ર 5 વર્ષની અંદર જ બિસમાર થઈ ગયો છે. એક રિપોર્ટ અનુસાર તેમાં વાપરવામાં આવેલું મટિરિયલ ખૂબ જ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યો છે.
બ્રિજ પર ફૂટપાથની કામગીરી ચાલુ: અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલ હાટકેશ્વર બ્રિજ ઓવરબ્રિજ તોડવું પડે તેમ હોવા છતાં તેને રીપેરીંગ કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના 12 બ્રિજ એવા છે કે જેને રીપેરીંગ માંગી રહ્યા છે. જેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સાબરમતી નદી પર આવેલ ગાંધી બ્રિજ જેની ફૂટપાટ ટાઇલ્સનું રીપેરીંગ કામ કરાયું છે.જ્યારે સુભાષ બ્રિજમાં પણ ફૂટપાટની ટાઇલ્સનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે. અખબારનગર અંડર પાસ પર કેચમેન્ટ એરિયામાં તૂટી ગયેલી હોવાથી જાડી બદલવામાં આવી છે.
આ પણ વાંચો Garvi Gujarat Train: 'ગરવી ગુજરાત' ટ્રેનની કરાઈ શરૂઆત, જાણો ડિલક્સ ટ્રેનની વિગતો
અન્ય બ્રિજની કામગીરી ચાલુ: શિવરંજની ફ્લાવર બ્રિજ પર પડેલા મોટા ખાડાને જેટ બેચર મશીનથી રીપેર કરવામાં આવ્યો છે. સાબરમતી નદી પર આવેલ આંબેડકર બ્રિજ પરનો રોડ ખરાબ હાલત હોવાથી ડામર પછી તેને રીપેરીંગ કરવામાં આવ્યો છે. રેલવે રેલવે પર આવેલ બ્રિજ પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી રીતે નવા પથ્થર લગાવીને મજબૂત કરવામાં આવ્યો છે. હાલ મીઠાખળી અંડપિજનું કામ ચાલતું હોવાથી હાલમાં બંધ કરવામાં આવ્યો છે. કાલુપુર કામગીરી માટે કામ ચાલી રહી છે. જેની અંદર દિવાલ મજબૂત બનાવવા તેમજ ફૂટપાથ અને રેલ્વેનું રીપેરીંગ કામ કરવામાં આવશે.
એલિસબ્રિજ રીપેરીંગ કામગીરી જરૂરી: થોડાક સમય પહેલા અંજલી ચાર રસ્તા પર તૈયાર કરવામાં આવેલું બ્રિજ યોગ્ય પાણીનો નિકાલ ન થતો હોવાથી દરમિયાન તે બ્રિજ પર પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થાય છે. પાણી નીચે પડવાને કારણે નીચેના વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ શહેરનો સૌથી જૂનો એલિસ બ્રિજની ઉપરમાં આવેલ લોખંડ સારી ગુણવત્તાનો છે. બ્રિજની નીચે આવેલ લોખંડમાં કેટલીક વસ્તુ પણ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. જેને પણ આગામી સમયમાં રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.